1. Home
  2. ગુજરાતી
  3. હવેથી ગંગા નદીમાં CNG સંચાલિત બોટની યાત્રા શરુ કરવામાં આવી, પ્રદુષમમાંથી રાહત મેળવવા માટેનું પગલું
હવેથી ગંગા નદીમાં CNG સંચાલિત બોટની યાત્રા શરુ કરવામાં આવી, પ્રદુષમમાંથી રાહત મેળવવા માટેનું પગલું

હવેથી ગંગા નદીમાં CNG સંચાલિત બોટની યાત્રા શરુ કરવામાં આવી, પ્રદુષમમાંથી રાહત મેળવવા માટેનું પગલું

0

દેશની સરકાર પ્રદુષણને લઈને ગંભીર બની છે,વાહનોથી લઈને હવે નદીમાં બોટ પણ સીએનજી થવા લાગી છે ત્યારે હવે  વારાણસીમાં ગંગા નદીની આસપાસ અવાજ અને વાયુ પ્રદૂષણ ઘટાડવાની સરકારે પહેલ કરી છે.

સરકારની આ પહેલના ભાગરૂપે, બોટ હવે પર્યાવરણને અનુકૂળ CNG પર  ફરવા લાગી છે.સરકારના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 583 બોટને CNG સંચાલિત બોટમાં ફેરવવામાં આવી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અમગે જાણકારીઆપી છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં ચાલતી મોટાભાગની બોટોને પર્યાવરણને અનુકૂળ ઈંધણથી બદલવાની યોજના છે. 

આ સાથે જ નમો ઘાટ પર ગેઇલ દ્વારા સ્થાપિત દેશના પ્રથમ ફ્લોટિંગ સીએનજી સ્ટેશન પરથી આ બોટોને CNG સપ્લાય કરવામાં આવી રહી છે.પીએમ નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે જુલાઈમાં ગંગા નદી પર સીએનજી સંચાલિત બોટ ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 500 બોટના લક્ષ્યાંકની સામે 583 બોટને સીએનજીમાં રૂપાંતરિત કરવામાં આવી છે.

ત્યારે  સરકાર હવે 2 હજાર બોટ સીએનજીથી ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. સીએનજી ઈંધણને પ્રોત્સાહન આપવા માટે વારાણસીની પવિત્ર ગંગા પર સીએનજી સંચાલિત બોટ ચલાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. CNG એન્જિન ડીઝલ એન્જિન કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે. તેઓ સલ્ફર ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ પણ ઉત્સર્જિત કરતા નથી.

આ સાથે જ સીએનજી એન્જિન ખૂબ શાંત છે. તેનો ઉપયોગ પાણીના જીવન અને ઘાટ સાથે સંકળાયેલ ઐતિહાસિક વારસા પરના ઉચ્ચ અવાજવાળા ડીઝલ એન્જિનની ખરાબ અસરોને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.