
અહીં આવેલી છે એક જાદુઈ નદી, વરસાદ પડતા જ નદી બની જાય છે ફૂલોથી ભરપુર અને રંગબે-રંગીન
આપણે વિશ્વની કેટલીક જૂદી જૂદી વસ્તચુઓ વિશે અવનવી વાતો સાંભળી હશે, આવી જ એક વાત આજે કરીશું નદી વિશે ,એવી નદી કે જે પાણીનો રંગ બદલે છે ,જી હા આ નદીમાં વરસાદનું પાણી પડતા જ તેનો રંગ લાલ જેવો થી જાય છે.
દરેક નદીની એક ખાસ વિશેષતા હોય છે આવી ખાસિયત એક નદીની છે કે તેનું પાણી પાંચ રંગનું છે, જેના કારણે આ નદી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
આ પાચ રંગોની નદી ભારકતમાં આવી નથી, આ નદી આવેલી છે કોલમ્બિયામાં છે અને તેનું નામ ‘કેનો ક્રિસ્ટલ’ નદી છે. આ નદીની ખાસિયત એ છે કે તેનું પાણી પાંચ રંગોનું જેના કારણે તે વિશ્વભરમાં જાણતી નદી બની છે.
આખા વર્ષ દરમિયાન આ નદીનું પાણી રંગો બદલે છે.આ નદીનું પાણી અન્ય નદીની જેમ જ હોય છે પરંતુ જુલાઇથી લઇને નવેમ્બર સુધી આ નદીનું પાણી પાંચ રંગમાં બદલાઇ જાય છે. આ નદી સેરેનિયા દે લા મસેરાના થઇને પસાર થાય છે.
આ વિશેષ પાંચ રંગોની નદીને ‘રિવર્સ ઓફ ફાઇવ કલર્સ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. વરસાદની સીઝનમાં આ નદીમાં ઘણા બધા રંગબેરંગી છોડ જોવા મળે છે અને આ જ રંગીન છોડના કારણે આ નદીનું પાણી રંગીન દેખાય છે એટલે મૂળ નદીનું પાણી સાદા રંગનું ડ હોય છે પરંતુ વરસાદ દરમિયાન નદિની અંદર ઉહતા રંગીન છોડોના કારણે તે દેખાવે રંગીન બને છે.નદીનું પાણી લીલું, લાલ, પીળુ, કાળુ અને બ્લ્યૂ રંગમાં જોવા મળે છે.
આ નદીનુંપાણી એકદમ સાફ ક્લિન હોય છે કાંચ જેવું ક્લિન પાણી હોવાથી આ છોડવાઓના રંગો ચોખ્ખા જોઈ શકાય છે અને નદીનુ પાણી જાણે રંગીન હોય તેવું જ જોવા મળે છે