1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ: આતંકીઓના મોટા IED હુમલાના કાવતરાનો ગુપ્ત રિપોર્ટ
જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ: આતંકીઓના મોટા IED હુમલાના કાવતરાનો ગુપ્ત રિપોર્ટ

જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ: આતંકીઓના મોટા IED હુમલાના કાવતરાનો ગુપ્ત રિપોર્ટ

0
Social Share

નવી દિલ્હી, 26 માર્ચ 2026: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર તંત્ર અત્યંત સતર્ક બન્યું છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ચોંકાવનારા ઇનપુટ્સના આધારે સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આતંકી સંગઠનો સુરક્ષા દળોને નિશાન બનાવીને IED (ઇમ્પોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) દ્વારા મોટો હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાના સંકેત મળ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એલર્ટ તમામ સુરક્ષા એજન્સીઓ અને ગ્રાઉન્ડ લેવલ પર તૈનાત જવાનો સાથે શેર કરવામાં આવ્યું છે. કોઈપણ સંભવિત ખતરાને ટાળવા માટે સુરક્ષા દળોને તેમની અવરજવર મર્યાદિત રાખવા જણાવાયું છે. તેમજ બિન-બુલેટપ્રૂફ વાહનોનો ઉપયોગ ટાળવા અને માત્ર બુલેટપ્રૂફ વાહનો દ્વારા જ પેટ્રોલિંગ કે ઓપરેશનલ મૂવમેન્ટ કરવા આદેશ અપાયા છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની સતર્કતા રાખવા અને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ જ કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.

ગુપ્તચર અહેવાલો મુજબ, આતંકીઓ તેમના જૂના પેટર્ન મુજબ હુમલો કરી શકે છે, જેમાં પહેલા IED બ્લાસ્ટ અને ત્યારબાદ અંધાધુંધ ફાયરિંગનો સમાવેશ થાય છે. આ ખતરાને પહોંચી વળવા જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ટીમ, CRPF અને સેનાના જવાનો સંયુક્ત રીતે ‘આતંક વિરોધી અભિયાન’ ચલાવી રહ્યા છે. હાઈવે અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોન અને સ્નિફર ડોગ્સની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાંથી 76 લાખ નામો દૂર કરાયા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code