
શું ખરેખર ભાત ખાવાથી મેદસ્વીતા આવે છે? ભાત આરોગ્ય માટે નુકશાન કારક કે ફાયદા કારક જાણો
- ભાત ખાવાથઈ વજન વધવાની માન્યતા ખોટી છે
- જો જરુર પ્રમાણમાં ભાત ખાવામાં આવે તો ફાયદો થાય છે
આપણા લોકોની જે લાઈફ સ્ટાઈલ છે તેમાં વેઈટ વધવાની સનમસ્યાઓ વધુ છે, લોકો માને છે કે ભાક ખાવાનું બંધ કરીશું તો વેઈટ લોસ થશે પણ શું આ માન્યતા છે કે સાચ્ચુ છે, તો ચાલો જોઈએ.ઘણા લોકો પોતાના ખોરાકમાંથી ચોખાને કાઢી નાખે છે અથવા તો નહીવત પ્રમાણમાં ચોખાનું સેવન કરે છે, પરંતુ જે રીતે તમે ચોખાને અવોઈડ કરો છો તે વાત સારી નથી કારણ કે ચોખા ખાવાથી પણ અનેક ફાયદાઓ થાય છે, ભોજન માં ચોખા ખાવીથી પેટ તો ભરાય છે પરતું તેમાંથી અનેક પોષક તત્વો પણ મળી રહે છે.
ખાસ કરીને અલઝાઈમરના દર્દીઓ માટે ચોખા ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે,ચોખા ખાવાથી મગજના ન્યુરોટ્રાન્સમીટરનો વિકાસ થાય છે. જે અલઝાઈમરની બિમારી સામે રક્ષણ આપે છે.ચોખાના પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે ત્વચાની ઘણી સમસ્યા દૂર કરવાની સાથે કરચલીઓ આવતા પણ રોકે છે.આમ રોજબરોજના આપણા આહારમાં થોડી માત્રામાં પણ ચોખાનો સમાવેશ કરવો જોઈએ, હા ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ધરાવતા લોકોએ ચોખા કે ભાતનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ.
સફેદ રાઈસ સાથે એક બ્રાઉન રાઈસ પણ હોય છે જેના તત્વો શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે,જે આપણા આરોગ્યને ખૂબ જ ફાયદો કરે છે,ફક્ત એક વાટકી ચોખા ખાવાથી શરીરને પૂરતી માત્રામાં ઊર્જા મળી જાય છે. તેમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટસ હોય છે. જે સારી રીતે કામ કરવાની સાથે મેટાબોલિઝમ વધારવામાં મદદરુપ થાય છે,આ સાથે જ બ્લડપ્રેશરની સમસ્યા રહે છે. તેમને ચોખા ખાવાથી નુકશાન નહીં થાય કારણ કે તેમાં સોડિયમની માત્રા ના બરાબર હશે. એવું પણ માનવામાં આવે છે કે ચોખા ખાવાથી પેટ ઠંડુ રહે છે. પેટ સંબંધી સમસ્યાઓ નિયંત્રિત રાખવામાં મદદ ચોખા મદદ કરે છે.