1. Home
  2. ગુજરાતી
  3. હવે સરકારી અને ખાનગી હોસ્પિટલોએ દર્દીઓને અપાતા ઓક્સિજનનો રેકોર્ડ રાખવો પડશે

હવે સરકારી અને ખાનગી હોસ્પિટલોએ દર્દીઓને અપાતા ઓક્સિજનનો રેકોર્ડ રાખવો પડશે

0
Social Share

અમદાવાદ :  રાજ્યમાં કોરોનાના દર્દીઓ વધતા જાય છે, અને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાય રહી છે, ત્યારે સરકારે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને  તમામ દર્દીઓને અપાતા ઓક્સિજનનો અલાયદો રેકર્ડ રાખવોનો આદેશ કર્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસ રોજબરોજ વધતા જાય છે. શનિવારે કોરોનાના કેસ 14000ને વટાવી ગયા હતા. અમદાવાદ સહિતના મહાનગરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ ગઈ છે. હોસ્પિટલમાં એડમિટ થયેલા મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂ પડી રહી છે. એટલે ઓક્સિજનની અછત સર્જાઈ છે, ત્યારે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા પત્ર લખી તમામ દર્દીઓને અપાતા ઓક્સિજનનો અલાયદો રેકોર્ડ રાખવા આદેશ કર્યો છે. જરૂરિયાત મુજબ ઓક્સિજનનો ઉપયોગ થાય, ઓક્સિજનનો બગાડ અટકાવવાના આશયથી તમામ દર્દીને અપાતા ઓક્સિજનનો રેકોર્ડ રાખવા આદેશ કરાયો છે. આરોગ્ય કમિશનર દ્વારા આદેશ કરાયો કે, રાજ્યની તમામ સરકારી – ખાનગી હોસ્પિટલે આદેશનું પાલન કરવાનું રહેશે. દર્દીને આપવામાં આવતા ઓક્સિજનની વિગતો દૈનિક ધોરણે સારવાર કરનારા ફિઝિશિયન/એનેસ્થેટીસ્ટએ ભરવાની રહેશે. આ વિગતો દર્દીના કેસ પેપર ઉપરાંત અલગથી તૈયાર કરવાની રહેશે. ફરજિયાત તમામ સરકારી – ખાનગી હોસ્પિટલોએ દર્દીને અપાતા ઓક્સિજનનો રેકોર્ડ રાખવાનો રહેશે. તેમજ આ આદેશનું પાલન ન કરનાર હોસ્પિટલ સામે દંડનાત્મક કાર્યવાહી કરાશે. રાજ્યભરમાં કોવિડના દર્દીઓ સતત વધતા, તેમની સારવાર માટે ઓક્સિજનની મોટા પ્રમાણમાં ઉભી થયેલી જરૂરિયાત અને સતત ઓક્સિજનની સર્જાઈ રહેલી અછતને ધ્યાનમાં રાખીને આરોગ્ય કમિશનરે આ નિર્ણય કર્યો છે. તો બીજી તરફ, અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોશિયેશન (આહના)ના પૂર્વ સેક્રેટરીએ આરોગ્ય કમિશન જયપ્રકાશ શિવહરેના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો છે. આહનાના પૂર્વ સેક્રેટરી ડોકટર વીરેન શાહે કહ્યું કે, દરેક દર્દીને અપાતા ઓક્સિજનનો રેકોર્ડ કેવી રીતે રાખી શકાય. દર્દીની સ્થિતિ મુજબ સમયાંતરે ઓક્સિજનના વપરાશમાં વધારો – ઘટાડો થાય છે. દર્દીને અપાતી દવાઓની જેમ ઓક્સિજનનો પણ રેકોર્ડ રાખવો શક્ય જ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code