1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ સામે કેટલી કારગાર છે ‘કોવિશીલ્ડ’ વેક્સિન – જાણો 
કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ સામે કેટલી કારગાર છે ‘કોવિશીલ્ડ’ વેક્સિન – જાણો 

કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ સામે કેટલી કારગાર છે ‘કોવિશીલ્ડ’ વેક્સિન – જાણો 

0
Social Share
  • સીરમ સંસ્થાના સીઈઓએ આપી માહિતી
  • કોવીશિલ્ડ કોરોનાના નવા વેરિએન્ટ સામે કેટલી અસરકારક

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાના નવા વેરિએન્ટને લઈને ચિંતા વધી છે ત્યારે વેક્સિનને લઈને પણ નિષ્ણાંતો ચિંતિત બન્યા છે કે આ વેક્સિન નવા વેરિએન્ટ સામે કેટલી કારગાર સાબિત થશે. ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ વેક્સિનની અસરકારતા વિશે માહિતી આપી છે.

આ બાબતે સિરમ સંસ્થાના સીઈઓ એ જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ સામે કોવિશિલ્ડ રસીની અસરકારકતા આવનાર થોડા અઠવાડિયામાં જાણી શકાશે. પૂનાવાલાએ કહ્યું કે અત્યારે એ કહી શકાય નહીં કે ઓમિક્રોન કેટલું સંક્રમિત છે? ઓમિક્રોનને ધ્યાનમાં લેતા, બૂસ્ટર ડોઝ ટૂંક સમયમાં શક્ય છે. આ મામલે જો કે, તેમનું કહેવું છે કે સરકારનું ધ્યાન હાલમાં 100 ટકા કોરોનાની વેક્સિનના બંને ડોઝ આપવા પર કેન્દ્રિત હોવું જોઈએ.

લેન્સેટ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડેલ્ટા વેરિઅન્ટના વિનાશ દરમિયાન પણ કોવિશિલ્ડ વાયરસ સામે લડવામાં ખૂબ અસરકારક રહી હતી અને હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના જોખમમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો.

મીડિયા સાથેની વાતચીતમાં પૂનાવાલાએ કહ્યું કે ઓક્સફર્ડના વૈજ્ઞાનિકો ઓમિક્રોન પર કોવિશિલ્ડની અસરનો અભ્યાસ કરી રહ્યા છે અને અમે માત્ર થોડા અઠવાડિયાની રાહ જોઈ રહ્યા છીએ. ઓમિક્રોન વિશેની માહિતી બહાર આવ્યા પછી, તેના આધારે અમે નવી રસી સાથે આવી શકીએ છીએ. તેમણે કહ્યું કે આગામી 6 મહિનામાં તેને બૂસ્ટર ડોઝ તરીકે રજૂ કરી શકાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code