1. Home
  2. revoinews
  3. દૂધ શુદ્ધ છે કે મિશ્રણવાળું તે એક મિનિટમાં કેવી રીતે ચકાસશો? જુઓ વીડિયો
દૂધ શુદ્ધ છે કે મિશ્રણવાળું તે એક મિનિટમાં કેવી રીતે ચકાસશો? જુઓ વીડિયો

દૂધ શુદ્ધ છે કે મિશ્રણવાળું તે એક મિનિટમાં કેવી રીતે ચકાસશો? જુઓ વીડિયો

0
Social Share

રિવોઈ ન્યૂઝ, 14 માર્ચ, 2026 – How to check if milk is pure or mixed શાકાહારી લોકો માટે દૂધ મહત્ત્વનાં પોષણ પૂરા પાડે છે. મોટાભાગના ઘરમાં સવારે બાળકોને દૂધ પીવડાવીને સ્કૂલે મોકલવામાં આવે છે. દૂધમાં કેલ્સિયમને કારણે ઉંમરલાયક લોકો માટે પણ તે આવશ્યક માનવામાં આવે છે.

જોકે, છેલ્લા કેટલાક વર્ષથી દૂધ શુદ્ધ નહીં પરંતુ ભેળસેળવાળું આવતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. કેટલાક લોકો દૂધમાં ડિટર્જન્ટ ભેળવીને તેને જાડું બનાવવામાં આવતું હોવાના આક્ષેપ પણ કરતા રહે છે.

કેટલાક લોકો એવી પણ દલીલ કરતા હોય છે કે, દૂધાળાં પશુઓની સંખ્યા નથી તેના કરતાં અનેકગણું વધારે દૂધ ઉત્પાદન થાય છે તો તે કેવી રીતે થતું હશે?

એટલું જ નહીં પરંતુ દૂધને કારણે ક્યારેક પીટની બીમારીના કિસ્સા પણ જોવા-સાંભળવા મળે છે. આવાં કારણોસર કેટલાક તત્વો નાગરિકોને વેગન ફૂડના નામે ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કરતા જોવા મળે છે.

આ સ્થિતિમાં ભારતમાં ખાદ્યાન્નની ગુણવત્તા જાળવવાની જેની જવાબદારી છે તે સરકારી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI) દ્વારા એક વીડિયો જારી કરીને આ ગંભીર પ્રશ્ને જાગ્રતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

એફએસએસએઆઈ દ્વારા જારી આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે માત્ર એક જ મિનિટમાં, બીજા કોઈ રસાયણો કે સાધનોનો ઉપયોગ કર્યા વિના પણ દૂધની શુદ્ધિ ચકાસી શકાય છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, દૂધને ગ્લાસમાં કાઢીને તેમાં માત્ર એક મિનિટ સુધી ચમચી ફેરવવાથી દૂધની શુદ્ધતા વિશે જાણકારી મળી જશે.

FSSAI નું કહેવું છે કે, દૂધમાં જો ડિટર્ડન્ટ ભેળવેલો હશે તો તેમાં ફીણ થઈ જશે અને જો દૂધ શુદ્ધ હશે તો ફીણના પરપોટા નહીં થાય.

જુઓ વીડિયો અને જાતે જ ચકાસણી કરીને સલામત બનો. (આ સમાચારની લિંક તમારા તમામ પરિવારજનોને, પરિચિતોને, સામાજિક ગ્રુપોમાં તેમજ તમારી આસપાસ સૌને મોકલજો જેથી દરેક જણ જાગ્રત થઈ શકે અને ભેળસેળવાળા દૂધથી બચી શકે).

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code