Homeગુજરાતીખોરાકસવારના નાસ્તામાં આ રીતે બનાવો પનીર ગાર્લિક બ્રેડ રેસીપી

સવારના નાસ્તામાં આ રીતે બનાવો પનીર ગાર્લિક બ્રેડ રેસીપી

રેસીપી, 26 જૂન 2026: Paneer Garlic Bread Recipe  સવારના બ્રેકફાસ્ટ માટે જ નહીં, પરંતુ તમે સાંજે હળવી ભૂખ સંતોષવા માટે, બાળકોના સ્કૂલ લંચ અથવા નાની હાઉસ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પનીર ગાર્લિક બ્રેડ પણ પીરસી શકો છો. પનીર પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જ્યારે લસણ સ્વાસ્થ્ય માટે તેમજ સ્વાદ વધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે, તમે તમારી પસંદગી મુજબ શાકભાજી પણ ઉમેરી શકો છો. હેલ્થને ધ્યાનમાં રાખતા મેંદાની બ્રેડના બદલે મલ્ટી ગ્રેઇન બ્રેડનો ઉપયોગ કરવો જોઇએ.

પનીર ગાર્લિક બ્રેડ બનાવવા માટે સામગ્રી

8 થી 10 બ્રેડ સ્લાઇસ

200 ગ્રામ પનીર

1/2 કપ મોઝેરેલા ચીઝ

1 નાની ડુંગળી (ઝીણી સમારેલી)

1 નાની ડુંગળી (ઝીણી સમારેલી)

1  કેપ્સિકમ (ઝીણું સમારેલું )

2 મોટી ચમચી સ્વીટ કોર્ન (વૈકલ્પિક)

1 લીલું મરચું (ઝીણું સમારેલું વૈકલ્પિક)

4 ચમચી બટર

5-5 લસણની કળી

1 ચમચી લીલું કોથમીર (ઝીણું સમારેલું અથવા છીણી)

1 ચમચી ઓરિગેનો કે અથવા મિક્સ્ડ હર્બ્સ

મીઠું સ્વાદ અનુસાર

અડધી ચમચી કાળા મરી પાઉડર

અડધી ચમચી લીલી ફ્લિકેસ

અડધી ચમચી પિઝા સીઝનિંગ (વૈકલ્પિક)

પનીર ગાર્લિક બ્રેડ રેસીપી

સૌ પ્રથમ તો એક બાઉલમાં માખણ લો અને તેમાં લસણ, લીલું કોથમીર, ઓરિગેના અને થોડું મીઠું ઉમેરી બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરીને સ્મૂધ ગાર્લિક બટર તૈયાર કરો.

હવે એક મોટા બાઉલમાં છીણેલું પનીર ઉમેરો. તેમાં ડુંગળી, કેપ્સિકમ, સ્વીટ કોર્ન અને લીલા મરચાં ઉમેરો. આ પછી તેમાં કાળા મરી, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરીને સ્વાદ પ્રમાણે મેળવી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. ધ્યાનમાં રાખો કે વધુ પડતું મીઠું ન ઉમેરો કારણ કે ચીઝમાં પણ મીઠું હોય છે.

હવે બ્રેડની સ્લાઇસ પર તૈયાર કરેલી ગાર્લિક બટર પેસ્ટ લગાવો. આ પછી પનીરનું મિશ્રણ સરખી રીતે પાથરી લો. તેની પર ઘણું બધું છીણેલું મોઝેરેલા ચીઝ પાથરો. બ્રેડની ટોચ પર થોડું ઓરિગેના અને ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો.

હવે એક નૉન સ્ટીક તવા ધીમા તાપ પર ગરમ કરો. તૈયાર કરેલી બ્રેડની સ્લાઇસ પૅન પર મૂકી પેનને ઢાંકણ વડે ઢાંકી દો. ધીમા તાપ પર 5 – 7 મિનિટ સુધી શેકો. ઢાંકીને શેકવાથી ગરમી અંદર રહે છે, જેનાથી ચીઝ સરળતાથી ઓગળી જાય છે અને બ્રેડ નીચેથી ક્રિસ્પી બને છે. જ્યારે ચીઝ સંપૂર્ણપણે ઓગળી જાય અને બ્રેડ તળિયેથી સોનેરી અને ક્રિસ્પી થઈ જાય ત્યારે ગેસ બંધ કરી લો. ગરમાગરમ પનીર ગાર્લિક બ્રેડ સોશ કે ચટણી સાથે પીરસો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular