1. Home
  2. ગુજરાતી
  3. જો બાળકોમાં આવા કોઈ લક્ષણ દેખાય તો શાળાએ મોકલવાનું ટાળો, હોઈ શકે કોરોનાની અસર
જો બાળકોમાં આવા કોઈ લક્ષણ દેખાય તો શાળાએ મોકલવાનું ટાળો, હોઈ શકે કોરોનાની અસર

જો બાળકોમાં આવા કોઈ લક્ષણ દેખાય તો શાળાએ મોકલવાનું ટાળો, હોઈ શકે કોરોનાની અસર

0
Social Share
  • બાળકોમાં અલગ લક્ષણ
  • તો શાળાએ મોકલવાનું ટાળો
  • હોઈ શકે કોરોનાના લક્ષણ

દેશમાં કોરોનાવાયરસના કેસ અત્યારે જોરદાર રીતે ઓછા થઈ ગયા છે. દેશમાં કોરોનાવાયરસના કેસનો આંક પણ 1000ની આસપાસ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાવાયરસ હજું ગયો નથી અને તેને હળવાશમાં પણ લેવો જોઈએ નહી. જાણકારો કહે છે કે જો તમારા બાળકોમાં કોઈ પણ પ્રકારના અણધાર્યા લક્ષણ દેખાય તો તેને શાળાએ મોકલવાનું ટાળો, કારણ કે બાળક કોરોના સંક્રમિત હોઈ શકે છે.

જો બાળકમાં તાવની અસર દેખાતી હોય તો તે પણ કોરોના સંક્રમિત હોવાનું કારણ છે. આ પણ કોરોનાનું એક લક્ષણ છે અને તેમાં બાળકને તાળ આવી શકે છે સાથે બાળકને હદ કરતા વધારે થાક પણ અનુભવી શકે છે જેના કારણે તેના શરીરમાં કમજોરી આવી શકે છે અને તે બેભાન પણ થઈ શકે છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જો બાળકને શરદીની અસર હોય તો પણ તેને શાળાએ મોકલવું જોઈએ નહી. બાળકને શરદીની તથા ઉઘરસની અસર હોય તો તે બીજાને પણ ચેપ લગાડી શકે છે અન્ય બાળકો પણ જોખમમાં આવી શકે છે તેથી તેને શાળાએ મોકલવાનું તરત જ થોડા સમય માટે બંધ કરાવી દેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે લોકોએ હજુ પણ સતર્ક અને સલામત રહેવાની જરૂર છે કારણ કે કોરોનાના કેસનો આંકડો ઓછો થયો છે પરંતું કોરોના સંપૂર્ણપણ ગયો નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code