1. Home
  2. ગુજરાતી
  3. જો  મિત્રાતા ટકાવી રાખવી છે સંબંધોને પારદર્શક બનાવો, વ્યવહારો ચોખ્ખા રાખો,જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું
જો  મિત્રાતા ટકાવી રાખવી છે સંબંધોને પારદર્શક બનાવો, વ્યવહારો ચોખ્ખા રાખો,જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું

જો  મિત્રાતા ટકાવી રાખવી છે સંબંધોને પારદર્શક બનાવો, વ્યવહારો ચોખ્ખા રાખો,જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું

0
Social Share
  • મિત્રતા ટકાવી રાખવા સંબંધોમાં પારદર્શક બનો
  • પૈસાના વ્યવહાર બરાબર જાળવો
  • એક બીજાને કરેલા વાયદાઓ ભૂલી ન જાઓ

સામાન્ય રીતે આજકાલના સંબંધો જાણે ટાઈમપરવારી બની ગયા છે. એક મિત્ર જો કઈ બીજાને કહે તો તરત ખોટૂ લાગી જાય અથવા તો મિત્રતા તૂટી જાય ,આજે એવી નાની નાની બાબતોની વાત કરીશું કે જેના થકી તમારી મિત્રતા લાંબો સમય અને લાઈફ ટાઈમ ટકી રહેશે બસ આ માટે તમારે સંબંધોમાં પારદર્શક હબનવાનું છે અને કેચટલાક વ્યવહારો ચોખ્ખઆ રાખવાના છે.

નવા સંબંધો બને તો જૂના મિત્રને ભૂલો નહી

ઘણી વખત લોકો નવા સંબંધને કારણે જૂના સંબંધોને નજરઅંદાજ કરી દે છે. તેનાથી જૂના મિત્રને ખરાબ લાગી શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે નવા મિત્રો બનાવો છો, ત્યારે તમારા જૂના સાચા મિત્રને જોડી રાખો. તેઓ એવું અનુભવશો નહીં કે હવે તમને તેની જરૂર નથી. આ તમારી મિત્રતાને સ્થાન આપશે અને તમારા મિત્ર પણ તમારા નવા સંબંધને માન આપશે.

પૈસાનો વ્યવહાર ચોખ્ખો રાખો

જ્યારે પણ તમે તમારા મિત્ર પાસે ઉછીના પૈસા લીધા હોય અને જે દિવસે  પાછા પૈસા આપવાનો વાયદો કર્યો હોય તે વાયદા પર કાયમ રહો, પૈસા લેતા વખતે જ્યારે આપી શકવાના હોય તે જ સમય તેને જણાવો, ઘણી વખત તમે પૈસા આપવામાં વધુ ડીલે કરો છો જેના કારણે મિત્રનો વિશઅવાસ તૂટે છે અને સંબંધોમાં ખારાશ આવે છે,10 રુપિયાનો વ્યવહાર પણ ક્લિયર રાખો.હા જો તમે પાર્ટી આપી રહ્યા છો ખુશી થી તો તે વાત અલગ છે,બાકી બન્ને મિત્રો જ્યારે પણ સાથે જમવા કે નાસ્તો કરવા જાવો ત્યારે શેરિંગ કરો

બન્ને વચ્ચે ત્રીજા વ્યક્તિની વાતો પર વિશ્વાસ ન કરો

ઘણી વખત લોકો અહીં-તહીની વાત કરે છે, જેના કારણે મિત્રતામાં અણબનાવ થાય છે અથવા મિત્રતામાં ઝઘડો વધે છે. તેથી જ્યાં સુધી તમારો મિત્ર તે મુદ્દાને સ્વીકારે નહીં ત્યાં સુધી અન્ય લોકો શું કહે છે તેના પર વિશ્વાસ કરશો નહીં. હા, એ પણ જાણી લો કે તમારો મિત્ર તમને છેતરતો નથી. જો તમે સમજી શકતા નથી, તો પછી પરિવાર અથવા માતાપિતાની મદદ લો.અને બીજાને કહેલી વાતોને ટાળો પોતે અનુભવો પછી જ વિશઅવાસ કરો

ખોટી બાબતોમાં સહકાર ન આપશો

જો તમારો મિત્ર ખાટા રવાડે ચઢ્યો હોય તો તેને સુધારવાની કોશીષ કરો તેને સાથ ન આપો,. એટલે કે, જો તમારો મિત્ર કંઈક કરી રહ્યો છે, તો તેને સમર્થન ન આપો. તેને ખોટા કામ માટે સમજાવો. સારા મિત્રની પ્રથમ ફરજ તેના મિત્રને રોકવાની છે.બને તો તેના ખોટા કામની તેના પરિવારને જાણ કરીદો

વાયદો નિભાવો

જ્યારે પણ તમે તમારા મિત્ર સાથે ક્યાય પણ ફરવા જવાનો કે મળવાનો પ્લાનિંગ કર્યો છે સમય તારીખ નક્કી કરી લીધો છે પછી જ્યાં સુધી જરુીર કામ ન આવે ત્યા સુધી પ્લાનિંગને અંજામ આપો. એટલે કે સમય આપીને ફરી ન જાવો નહી તો મિત્ર તમારા પર બીજી વખત વિશ્વાસ નહી કરે, જે પણ વાયદો મિત્રને કરો છો તે નિભાવતા શીખો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code