Site icon Revoi.in

લગ્ન પહેલા ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો આ સ્થળ તમારા માટે ઉપયોગી થશે

Social Share

જો તમે પણ લગ્ન પહેલા તમારા પાર્ટનર સાથે કોઈ સારી જગ્યાએ જવા ઈચ્છો છો, તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

લગ્ન પહેલા તમે મેઘાલયની રાજધાની શિલોંગની મુલાકાત લઈ શકો છો. આ એક સુંદર હિલ સ્ટેશન છે, જ્યાં તમે કેટલીક યાદગાર ક્ષણો વિતાવી શકો છો.

કસૌલી પણ યુગલો માટે જોવાલાયક સ્થળ છે. હિમાચલ પ્રદેશનું આ એક સુંદર હિલ સ્ટેશન છે, જ્યાં હજારો યુગલો આનંદ માણવા આવે છે.

હિમાચલ પ્રદેશના અન્ય હિલ સ્ટેશન નાલાગઢની સુંદરતા તમારું દિલ જીતી લેશે. અહીં તમે તમારા પાર્ટનર સાથે પ્રેમભરી પળો વિતાવી શકો છો.

તમિલનાડુનું સુંદર હિલ સ્ટેશન ઉટી કપલ્સ માટે બેસ્ટ છે. તે નીલગિરી પહાડીઓ પર સ્થિત છે, જ્યાંનો નજારો ખરેખર જોવા લાયક છે.

તમે તમારા જીવનસાથી સાથે કેરળમાં અલેપ્પીને જોવા જઈ શકો છો. નારિયેળના વૃક્ષોથી ઘેરાયેલી જગ્યાઓ, હાઉસબોટ ક્રૂઝ અને ત્યાંની સુંદરતા તમારું દિલ જીતી લેશે.

Exit mobile version