શું તમને સતત ખાસી આવે છે તો આ પાનના રસનું કરો સેવન ,જે તમારી ખાસીને મૂળમાંથી મટાડશે
- પેટના દુખાવામાં પરાહત આપે છે અરડુસીના પાન
- અરડુસીના પાન આર્યુદેવિક ગુણોથી ભરપુર
સામાન્ય રીતે ઘણી બઘી વનસ્પતિઓ એવી હોય છે કે જેના ઉપયોગથી આરોગ્યને ઘણા ફાયદાઓ છોય છે, વનસ્પતિના પાનના સેવનથી અનેક રોગો પણ મટે છે,જેમાં એક વનસ્પતિ છે અરડૂસી, જેના પાંદડાં લાંબા હોય છે અને ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર જોવા મળે છે.આ સામ્નય દેખાવ ધરાવતી વનસ્પિતમાં ભરપુર ઔષધિય ગણો સમાયેલા હોય છે.અરડૂસીનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.
જાણો અરડૂસીના પાનના ઉપયોગથી થતા ફાયદા
- ખાસ કરીને અરડૂસી એ ચીબીના રોગની સારવારમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડૂસીના પાનના રસનું સેવન કરવામાં આવે તો ખાસી મટે છે.
- ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ ઉપયોગી છે.
- જો છાતીમાં દુખાવો થતો હોય કફ છૂટતો ન થતો હોય, ફેફ્સામાં કફ અવાજ કરતો હોય તવી સ્થિતિમાં પણ અરડૂસીના પાન ઘણા ઉપયોગી સાબિત થાય છે.
- અરડૂસીનાં તાજા પાનનો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ પીવાથી ખાંસી મટે છે
- નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાંજ આપવાથી રાહત થાય છે.
- પેટમાં થતા અસહ્ય દુખાવામાં અપડૂસીના પાનનું સેવન ખૂબજ ગુણકારી છે.તેના સેવનથી પેટના દૂખાવામાં રાહત મળે છે,
- આ સાથે જ જે લોકોનો પરસેવો ખુબ વાસ મારતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીના પાનનું ચુર્ણૂ ઘસીને સ્નાન કરવાથી તે સમસ્યામાંથી મૂક્તિ મળે છે.
- અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી રક્તપિત્ત, કફ, ફ્લૂ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.
- અરડૂસીના પાનનું સેવન લીવર ના સોજા અને કમળામાં પણ ઉત્તમ ફાયદો કરાવે છે.
tags:
Ardusi leaves