શું તમારી ત્વચા રુસ્ક થઈ ગઈ છે, તો હવે કિચનમાં જ રહેલી વસ્તુઓમાંથી બનાવે ફેસ સ્ક્રબ , ત્વા બનશે કોમળ
- કિચનમાં રહેલી વસ્તુઓમાંથી બનાવો ફેશ સ્ક્રબ
- ત્વચા બનશે મુલાયમ કોમળ
સામાન્ય રીતે આપણે આપણી ત્વચા પર નિખાર લાવવા, ત્વચા પરથી ડસ્ટ દૂર કરવા કે પછી ત્વચાને કોમળ મુલાયમ બનાવવા માટે ઘણી મોંધી પ્રોડક્ટ, સ્ક્રબ કે ફેશિયલ ક્રિમનો ઉપયોગ કરતા હોય છે ,પરંતુ તે તમામ વસ્તુઓ કંઈકને કંઈક કેમિકલ વડે બનતી હોય છે,જ્યારે ત્વાચા પર કોઈ અખથરા ન કરવા જોઈએ, તેના માટે નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ, જે ખર્ચાળ પણ હોતી નથી અને તમારી ત્વચાને ખરાબ થવા દેતી નથી, તો શું તમે જાણો છો કે તમારા કિચનમાં જ એવી કેટલીક વસ્તુઓ રહેલી છે જેના થકી તમે ફેશ ક્ક્રબ બનાવી શકો છો અને તમારા ચહેરાને ચમકાવી શકો છો, તો ચાલો જાણીએ હોમમેડ સ્ક્રબ કઈ રીતે બનાવી શકોય છે.
બજારમાં વિવિધ પ્રકારના સૌંદર્ય ઉત્પાદનો ઉપલબ્ધ છે જે અલગ અલગ દાવા કરે છે. આ પ્રોડક્ટ્સ અમુક અંશે પોતાનું વચન પૂરું કરવા માટે પણ વ્યવસ્થા કરે છે, પરંતુ તેમાં હાજર રસાયણો દરેકને અનુકૂળ નથી. જેના કારણે ઘણા લોકોને ત્વચાની સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં, જો તમે રાસાયણિક વસ્તુઓથી બચવા માંગો છો, તો તમે ઘરે બનાવેલા ફેસ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.
રાયનું તેલ –
રાય દરેક રીતે ફાયદાકારક છે.તેના તેલના મસાજથી વાળ પણ સુંદર બને છે, તે ખૂબ ફાયદાકારક છે. દોષરહિત ચમકતી ત્વચા માટે રાયને અધકચરી વાટી લો અને તેને દહીંમાં મિક્સ કરો. હવે આ પેસ્ટમાં મધ અનેચણાનો લોટ મિક્સ કરીને ઘાટ્ટી પેસ્ટ બનાવો. આ પેસ્ટથી તમારા ચહેરા પર હળવા હાથે મસાજ કરો. પછી તેને સારી રીતે સુકાવો અને ત્યાર બાદ તેને પાણીથી ધોઈ લો. ત્યારબાદ ચહેરા પર તમે મોઇશ્ચરાઇઝર લગાવી લો આમ કરવાથી તમારી ત્વચા પર ગ્લો પણ આવશે અને ત્વચા પરથી ડસ્ટ દૂર થશે.
હળદર અને તલ –
હળદર એન્ટિસેપ્ટિક ગુણધર્મોથી સમૃદ્ધ છે, જે તમારી ત્વચાને ચમકદાર બનાવી શકે છે. હળદરનો ઉપયોગ મોટાભાગે હોમમેઇડ ફેસ પેકમાં થાય છે. તેને બનાવવા માટે તલ અને હળદરનો ઉપયોગ કરવાનો હોય છે,તલને અધકટરા વાટીને તેમાં હરદળ મિક્સ કરો અને સ્ક્રબ તૈયાર કરો. તેને ચહેરા પર હવે 10 મિનિટ સુધી સુકાવો ત્યાર બાદ તેને મસાજ કરો, પછી નવશેકું પાણીમાં એક ટીશ્યુ નાખો અને તેને સ્ક્વિઝ કરો અને ચહેરો સાફ કરો.આમ કરવાથી ચહેરો ચમકી ઉઠે છે.
કોફી અને મધ –
મધ આમતો ત્વચા માટે સૌ કોઈ જાણે છે કે ફાયદા કારક છે, પણ જો એક ચમચી કોફી સાથે એક ચમચી મધ મિક્સ કરીને તેનું ફએશપેક તૈયાર કરવામાં આવે તો તેના ઉપયોગથી ત્વચા મુલાયમ બની શકે છે.
બેસન મલાઈ હરદળ –
2 ચમચી બેસનમાં એક ચમચી મલાઈ અને 1 ચમચી હળદર નાખીને તેની પેસ્ટ બનાવો ,આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો ત્યાર બાદ સુકાઈ જાય. એટલે ગાથ વદે 3 થી 5 મિનિટ મસાજ કરીલો, તેનાછી ચહેરાની રુવાટી પણ દૂર થશે અને ચેહરા પર ગ્લો આવશે.