Site icon Revoi.in

PM નરેન્દ્ર મોદીના દબાણની અસર: હવે રશિયાથી ભારતીયોની વાપસી થઈ

Social Share

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ભારતીય નાગરિકોને પણ આગળની હરોળ પર લડવાની ફરજ પડી છે. આ લડાઈમાં અત્યાર સુધીમાં અનેક ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. આ વચ્ચે જે ભારતીયોને રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા અને યુક્રેનમાં લડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, તેમને રશિયાની સીમામાં લાવવામાં આવ્યા છે.
તેને યુક્રેનમાં ફ્રન્ટલાઈનથી રશિયાના રોસ્ટોવમાં પરત લાવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 23 ભારતીયોને રોસ્ટોવ લાવવામાં આવ્યા છે. આ તમામને બસ દ્વારા પરત લાવવામાં આવ્યા છે.

• સંબંધીઓને ફોન કરીને જાણકારી આપી
આ ભારતીયે તેના સંબંધીઓને ફોન કરીને જાણ કરી છે. આ લોકોને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરીના નામે રશિયા મોકલવામાં આવ્યા હતા. હવે આ લોકોને ભારત પરત મોકલવાની તૈયારી ચાલી રહી છે.

• પીએમ મોદીએ ઉઠાવ્યો મુદ્દો
રશિયાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખાનગી રાત્રિભોજનમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીની વાત સ્વીકારીને રશિયન આર્મીમાં ફસાયેલા ભારતીય યુવાનોને સ્વદેશ મોકલવાનો નિર્ણય લીધો હતો.

PM મોદી પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે 4 જુલાઈના રોજ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પહેલા તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લાવરોવ સાથે આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો.

• છેતરીને યુદ્ધમાં શામેલ કર્યા હતા
યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા સાઈડથી લડતા ઓછામાં ઓછા બે ભારતીયોના મોત થયા છે. અગાઉ, યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ડઝનેક લોકોએ દાવો કર્યો હતો કે તેઓને છેતરીને યુદ્ધમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.