1. Home
  2. ગુજરાતી
  3. CAAનો અમલ: અટલ યુગથી મોદીયુગ સુધી, કેટલું બદલાયું ભાજપનું મુસ્લિમ પોલિટિક્સ?
CAAનો અમલ: અટલ યુગથી મોદીયુગ સુધી, કેટલું બદલાયું ભાજપનું મુસ્લિમ પોલિટિક્સ?

CAAનો અમલ: અટલ યુગથી મોદીયુગ સુધી, કેટલું બદલાયું ભાજપનું મુસ્લિમ પોલિટિક્સ?

0
Social Share

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ તેની 1980માં સ્થાપના પછી પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા ઘણાં વિચારધારાત્મક વાયદાઓ અને એજન્ડાઓને પૂર્ણ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં ત્રણ વખત અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને બે વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનાવી છે. આ કડીમાં નરેન્દ્ર મોદીની સરકારની બીજી ટર્મમાં નાગરિકતા સંશોધન કાયદો પણ લાગુ થઈ ચુક્યું છે. નાગરિકતા આપનારો આ કાયદો વિવાદમાં છે, મુસ્લિમ સમુદાયની નાગરિકતા છીનવાય રહી નથી. પરંતુ અસમંજસતા બનેલી છે, વિશ્વાસની કમી દેખાય રહી છે. હવે આ વિશ્વાસની કમી એટલા માટે છે, કારણ કે સમયની સાથે ભાજપ બદલાયું છે. મુસ્લિમોની નજરમાં ભાજપ ક્યારેય પણ એક વિકલ્પ તરીકે જોવામાં આવ્યું નથી.

ભાજપ અને મુસ્લિમ મતદાતાઓ-

સામાન્ય ધારણા એવી છે કે ભાજપને હરાવવા માટે દેશનો મુસ્લિમ કોઈપણ અન્ય પક્ષ અથવા શખ્સને વોટ આપવા માટે તૈયાર રહેશે. પરંતુ ભાજપથી તેનું યોગ્ય અંતર રહેશે. હવે એવું નથી કે મુસ્લિમોએ પોતાના મનથી જ આવી ધારણા બનાવી લીધી હોય, સચ્ચાઈ એ છે કે પાર્ટીએ પણ પોતાના પગલાઓથી આ નરેટિવને ઘડવામાં કોઈ કોરકસર છોડી નથી. પરંતુ ભાજપને લઈને જો આ કહેવામાં આવે કે તે હંમેશાથી આજ આવી હતી, તો આ ખોટું હશે. જેવી રીતે હિંદુત્વ પર ભારતની રાજનીતિ સમયની સાથે બદલાય, તેવી રીતે મુસ્લિમ પોલિટિક્સમાં પણ બદલાવ આવ્યો છે. જનસંઘને લઈને ભાજપ બનવા સુધી, અટલયુગથી મોદીયુગ સુધી, આ તબક્કામાં ભાજપની મુસ્લિમ રાજનીતિ અલગ દેખાય છે. અહીં ક્યારેક ઘનિષ્ઠતાઓ વધી છે, ક્યારેક અંતર આવ્યું છે, ક્યારેક તકરાર જોવા મળી છે, તો ક્યારેક મોટા પરિવર્તન લાવવાની કવાયત પણ થઈ છે.

જનસંઘનો સમય-

ભાજપના મુસ્લિમ પોલિટિક્સને ચાર ભાગમાં વહેંચી શકાય છે- જનસંઘનો સમય, અટલ યુગ, અડવાણી યુગ અને મોદી યુગ. 1951માં કોંગ્રેસની વિચારધારાથી લડવા માટે શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી હતી. તે સમયે જનસંઘ કોઈ હાર્ડ હિંદુત્વવાળી રાજનીતિ કરતું ન હતું, એ કહેવામાં આવે છે કે તે મુસ્લિમોનું વિરોધી હતું, તો એવું પણ દેખાયું નથી. તે માત્ર એક એવી પાર્ટી હતી જે રાષ્ટ્રવાદના માર્ગ પર ચાલીને કોંગ્રેસની નીતિઓની ટીકા કરતી હતી.

અટલ યુગ અને ગાંધીવાદી વિચાર-

પહેલા શ્યામાપ્રસાદ મુખર્જી અને પછી દીનદયાલ ઉપાધ્યાયના સમયગાળા સુધી જનસંઘ આમ જ ચાલતું રહ્યું. તેમના નિધન બાદ જ્યારે અટલ બિહારી વાજપેયીને જનસંઘની જવાબદારી મળી, મુસ્લિમોને લઈને પાર્ટીનું વલણ વધુ નરમ થઈ ગયું. આ વાત સૌ કોઈ જાણે છે કે અટલ બિહારી વાજપેયી ગાંધીવાદી વિચારધારાથી વધારે પ્રેરીત હતા, ધર્મના નામે રાજનીતિ કરવી તેમને વધારે પસંદ ન હતી. આ તે સમય હતો, જ્યારે જનસંઘની સાથે આરિફ બેગ જેવા સોશયલિસ્ટ નેતા જોડાયા હતા.

આશ્ચર્યની વાત એ છે કે જનસંઘની જે વિચારધારા હતી, તેમાં ગૌરક્ષા સુનિશ્ચિત કરવી, મુસ્લિમ તુષ્ટિકરણનો વિરોધ કરવા સુધીની વાતો સામેલ હતી. પરંતુ ત્યારે આરિફ બેગ જેવા મુસ્લિમ નેતાઓએ જનસંઘમાં સામેલ થઈને પાર્ટી માટે કામ કર્યું અને વિચારધારાને આગળ વધારવા પર ભાર પણ મૂક્યો હતો. એટલે કે તે તબક્કામાં ન તો મુસ્લિમ નેતાઓથી કોઈપણ પ્રકારનું અંતર હતું અને ન તો મુસ્લિમ નેતાઓમાં આજના ભાજપ અથવા ત્યારના જનસંઘ માટે કોઈ એવી ખટાશ હતી.

કટોકટીમાં મુસ્લિમ-ભાજપ સાથે-

દેશમાં જ્યારે ઈન્દિરા ગાંધીએ કટોકટી લગાવી, આ તે સમય હતો જ્યારે જનસંઘ ખરા અર્થમાં મુસ્લિમોની નજીક આવ્યું. આ તબક્કો  તો એવો જોવા મળ્યો, જ્યારે જેલમાં જનસંઘના નેતા બંધ હતા, સાથે જમાત એ ઈસ્લામી હિંદના ઘણાં નેતાઓને પણ એરેસ્ટ કરવામાં આવ્યા. આ તબક્કામાં એક તરફ જો મુસ્લિમોની સાથે જનસંઘનું ઉઠવા-બેસવાનું વધ્યું, સૌની સાથે મળીને ઈન્દિરા સરસકારને ઉખાડી ફેંકવાનું સપનું પણ જોયું. આ ઘટના પણ જણાવવા માટે પુરતી છે કે ભાજપને શરૂઆતથી જ મુસ્લિમ વિરોધી ગણાવવી ખોટું છે, પરંતુ તેનું અસ્તિત્વ તો તમામને સાથે લઈને ચાલવાથી જ શરૂ થયું હતું.

અટલના મિત્ર સિકંદર બખ્ત-

તે સમયે અટલ બિહારી વાજપેયના એક ઘનિષ્ઠ મિત્ર બન્યા હતા સિકંદર બખ્ત. તેઓ આગળ જતાં ભાજપના સૌથી મોટા મુસ્લિમ ચહેરા તરીકે પણ સ્થાપિત રહ્યા હતા. તેઓ મૂળભૂત રીતે કોંગ્રેસી હતા. પરંતુ તેમણે જનસંઘમાં જોડાઈને બાદમાં ભાજપમાં પણ મોટા પદ સુધી પહોંચ્યા હતા. જનસંઘ તૂટયા બાદ ભાજપની રચના થઈ, તો અધ્યક્ષ પદે જરૂરથી અટલ બિહારી વાજપેયી હતા, પણ તેમની સાથે સિકંદર બખ્ત પણ બેઠા હતા. આ તે સિકંદર બખ્ત છે, જે 90ના દાયકામાં ભાજપના રાજ્યસભાના ફ્લોર લીડર હતા. આ વાત સાબિત કરે છે કે ભાજપે મુસ્લિમ ચહેરાઓને એક સમયે ખૂબ મહત્વ આપ્યું છે, એટલું વધારે કે રાજ્યસભાથી લઈને કેન્દ્રમાં મોટા મંત્રી પદ સુધી સફર નિર્ધારીત કરવામાં આવી છે.

અસલમાં આ અટલ બિહારી વાજપેયીની જ શખ્સિયતનો કમાલ હતો કે તેમના અધ્યક્ષ રહેતા ભાજપમાં મુસ્લિમ નેતાઓના આવવાની રફ્તાર ધીમી પડી ન હતી. તેના કારણે યુપીથી લઈને રાજસ્થાન સુધી, ઘણાં રાજ્યોમાંથી પાર્ટીએ મોટા મુસ્લિમ નેતાઓને ચહેરો બનાવ્યા હતા. પરંતુ જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ ભાજપની કમાન સંભાળી અને રામમંદિર આંદોલન શરૂ થયું, ઘણાં વર્ષો માટે વાજપેયી બેકસીટ પર બેઠા અને ભાજપની રાહ પણ હિંદુત્વ તરફ આગળ વધી.

અડવાણી યુગ અને રામમંદિર આંદોલન-

અડવાણીની આગેવાનીમાં હિંદુત્વએ એક તરફ ભાજપને મુસ્લિમોથી દૂર કરવાનું કામ કર્યું, તો બીજી તરફ તેના કારણે પાર્ટીને મોટા નેતાઓ તરીકે ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋતંભરા મળ્યા. તેમના આવવાથી જ ભાજપની છબી એક હિંદુવાદી અને હિંદી પટ્ટીવાળી પાર્ટીની બનવા લાગી. આ બધાની સાથે વાજપેયીની ગાંધીવાદી સમાજવાદની વિચારધારા પાછળ છૂટવા લાગી હતી. પરંતુ ફરી જ્યારે સત્તામાં આવવાની કોશિશ કરવાની હતી, ત્યારે વાજપેયીને જ સક્રિય કરવામાં આવ્યા અને તેમના વડાપ્રધાન બનતા જ ભાજપની મુસ્લિમ રાજનીતિ ફરી કંઈક આક્રમક થતી દેખાય હતી.

ઘમાં ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. મુખ્તાર અબ્બાસ નક્વી અને શાહનવાઝ હુસૈન, વાજપેયીના પ્રિય બની ગયા. આ પ્રકારે કોંગ્રેસ છોડીને નજમા હેપતુલ્લાહે પણ ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું. વાજપેયી લખનૌની રાજનીતિમાં ઘણાં સક્રિય રહ્યા, તેનો ફાયદો ભાજપને શિયા મુસ્લિમોના સમર્થન તરીકે મળ્યો. આ કારણથી એઝાઝ હસન રિઝવી, તનવીર હૈદર ઉસ્માની જેવા નેતાઓને આગળ કરવામાં આવ્યા.

મોદી-શાહે બદલ્યું મુસ્લિમ પોલિટિક્સ-

હવે ભાજપની સાથે મુસ્લિમ નેતાઓના જોડાવાનો તબક્કો કેટલાક વર્ષો સુધી ચાલુ રહ્યો, પરંતુ તે સમુદાયના વોટ મળ્યા નહીં. તેના પછી મોદી યુગની શરૂઆત થઈ, એટલે કે 2014ના વર્ષમાં મુસ્લિમ રાજનીતિ માત્ર ભાજપ માટે જ નહીં, પણ આખા દેશમાં તેનો રાજકીય અર્થ બદલાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હિંદુત્વ અને વિકાસવાળા નરેટિવે એવી હવા બનાવવાની કોશિશ કરી કે જો કોઈ અન્ય પક્ષ મુસ્લિમોની વાત પણ કરે તો તેને તુષ્ટિકરણના ચશ્માથી જોવામાં આવ્યું. તેના કારણે ઘણાં પક્ષ ખુલીને મુસ્લિમોનું સમર્થન કરી શક્યા નહીં અને તેમનું પ્રતિનિધિત્વ પણ સંકોચાવા લાગ્યું.

પસમાંદા મુસ્લિમ અને ભાજપની વધતી રુચિ-

ભાજપની વાત કરીએ તો 2014 બાદથી તેની તરફથી એક અલગ પ્રકારની મુસ્લિમ રાજનીતિને ધાર આપવાનું કામ શરૂ થયું. એક તરફ ટ્રિપલ તલાક જેવી કુપ્રથાને રોકીને મુસ્લિમ મહિલાઓના દિલમાં સ્થાન ઉભું કરવાની કોશિશ કરવામાં આવી, તો બીજી તરફ પસામાંદા મુસ્લિમોને જોડે લાવવાનો એક પ્રયાસ પણ થયો. 2019 બાદથી આ જોવામાં આવ્યું કે ભાજપનું ફોકસ પસમાંદા મુસ્લિમો તરફ શિફ્ટ થઈ ચુક્યું છે. તેની તરફથી સવર્ણ મુસ્લિમો સિવાય ઓબીસી મુસ્લિમ નેતાઓને વધારે મહત્વ આપવાનું કામ થયું છે. આ કારણથી મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન ગુલામ અલી ખટાના, સાબિર અલી, આતિફ રશીદ જેવા નેતાઓને આગળ કરવામાં આવ્યા.

મુસ્લિમ મહિલાઓના વોટ અને સીએએ-

હવે ભાજપ મુસ્લિમો વચ્ચે પહોંચ જમાવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ 2014 અને પછી 2019ની લોકસભાની ચૂંટણીમાં તેને 8 ટકા જેટલા વોટ જ મળી શક્યા. આ કારણથી આ વખે ફરીથી પાર્ટીએ આ સમુદાયને રિઝવવાનો પોતાનો પ્રયાસ શરૂ કર્યો છે. હવે લાભાર્થી વોટબેંક બનાવવાને કારણે મુસ્લિમ મહિલાઓને તો ઘણાં પ્રકારના ફાયદા આપવાની કોશિશ થઈ રહી છે. પરંતુ સીએએ જેવા કાયદા લાવીને તે સમુદાયમાં વિશ્વાસની ઉપણ પણ ઉત્પન્ન કરાય રહી છે. જાણકારો માને છે કે આગામી લોકસભા ચૂંટણીમાં પણ મુસ્લિમ વોટોનો કોઈ બહુ મોટો શિફ્ટ જોવા મળવાનો નથી.

આમ પણ અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ ધ્રુવીકરણ મોટા સ્તરે થયું છે, કારણ કે કોંગ્રેસે આ કાર્યક્રમથી અંતર બનાવી રાખ્યું, તેવામાં તેને મુસ્લિમોના વધુ વોટ મળવાનું અનુમાન છે. આ કારણથી ભાજપને મુસ્લિમો વચ્ચે લોકપ્રિય થવાનું હાલ કઠિન દેખાય રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code