1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદથી ઉત્તર પ્રદેશ જનારા લોકો માટે ખાસ સૂચના, કાલુપુરથી કાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે

અમદાવાદથી ઉત્તર પ્રદેશ જનારા લોકો માટે ખાસ સૂચના, કાલુપુરથી કાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે

0
  • ઉત્તરપ્રદેશ જનારા લોકો માટે ખાસ
  • કાલુપુરથી કાનપુર માટે ચાલશે સ્પેશિયલ ટ્રેન
  • આ રહી વધારે માહિતી

રેલવે પ્રશાસન દ્વારા દિવાળના તહેવારને ધ્યાનમાં રાખીને, યાત્રીયોની માંગ તથા સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને કાનપુર સેન્ટ્રલની વચ્ચે 26 ઓક્ટોબર થી 30 નવેમ્બર, 2021 સુધી (સાપ્તાહિક) સુપર ફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેન (સંપૂર્ણ રીતે રીઝર્વ) ચલાવવાનો નિર્ણય કરેલો છે. જેનુ વર્ણન નીચે મુજબ છે.

ટ્રેનં નં. 01906 / 01905 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ

ટ્રેનં નં. 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશ્યલ જે તા. 26 ઓક્ટોબર, 2021 થી 30 નવેમ્બર 2021 સુધી (કુલ 6 ટ્રિપ) દરેક મંગળવારે અમદાવાદ થી 15:05 કલાકે ઉપડીને બીજા દિવસે 11:55 કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. આજ રીતે ટ્રેન સં. 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશ્યલ તા. 25 ઓક્ટોબર થી 29 નવેમ્બર 2021 સુધી (કુલ 6 ટ્રિપ) દરેક સોમવારે કાનપુર સેન્ટ્રલ થી 15:35 કલાકે ઉપડીને બીજા દિવસે 11:00 કલાકે અમદાવાદ પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સીટી, બયાના, રુપબાસ, ફતેહપુર સિક્રી, આગ્રા ફોર્ટ, ટુંડલા તથા ઈટાવા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન માં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તથા સેકન્ડ સીટીંગના રીઝર્વ્ડ કોચ રહેશે.

ટ્રેનં નં. 01906 ની ટીકીટોનું બુકિંગ 20 ઓક્ટોબર, 2021 થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.

યાત્રી સ્પેશ્યલ ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશ્યલ ટ્રેનોમાં કન્ફર્મ ટીકીટ વાળા યાત્રીઓને જ યાત્રાની પરવાનગી રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્યના દરમ્યાન કોવિડ-19 થી સંબંધિત તમામ માપદંડો તથા એસઓપીનું પાલન કરવાનું અનુરોધ કરવામાં આવ્યો છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code