Site icon Revoi.in

અમદાવાદમાં પરિવાર નવા મકાનની વાસ્તુમાં ગયો અને જૂના મકાનમાં 23 લાખની મત્તાની ચોરી

Social Share

અમદાવાદઃ શહેરના દરિયાપુર વિસ્તારમાં લૂસણાવાડમાં રહેતા નિરવ પ્રજાપતિ પરિવાર સાથે શહેરના જગતપુરમાં ખરીદેલા નવા મકાનની વાસ્તુ કરવા માટે ગયા હતા. ત્યારે તેમના લૂસણાવાડના બંધ મકાનમાં ચોર ટોળકીએ ત્રાટકીને રૂપિયા 12 લાખની રોકડ સહિત 23.10 લાખ મત્તાની ચોરી કરી હતી. પરિવાર પરત આવ્યો ત્યારે ચોરીની જાણ થઈ હતી જે મામલે દરિયાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

શહેરના દરીયાપુર વિસ્તારમાં આવેલા લુણસાવાડમાં રહેતા નિરવ પ્રજાપતિએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 23.10 લાખના મત્તાની ચોરીની ફરિયાદ કરી નોંધાવી છે.  નિરવ પ્રજાપતિ પત્નિ જલ્પા અને દીકરી હીવા સાથે દરિયાપુરમાં લૂસણાવાડમાં રહે છે અને પરમેશ્વરી એન્ટરપ્રાઈઝ નામથી ટ્રેડીગ કરીને વેપાર કરે છે. નિરવ પ્રજાપતિએ જગતપુર ગામ ખાતે નવી બનેલી ફ્લેટની સ્કીમમાં મકાન ખરીદયુ હતું. જેમા રવિવાર અને સોમવારના દિવસે વાસ્તુ રાખ્યુ હતું. નિરવ સહપરિવાર ઘરને તાળુ મારીને જગતપુર ખાતેના ફ્લેટમાં રહેવા માટે ગયા હતા. મંગળવારના દિવસે બપોરે નિરવ દરીયાપુરવાળા ઘરેથી સામાન લેવા માટે આવ્યા હતા. નિરવ આવ્યો ત્યારે તેણે જોયુ તો ઘરની બારી ખૂલ્લી હતી.જલ્પા કબાટમાંથી કપડા લેવા માટે ગઈ ત્યારે તેણે જોયુ તો કબાટ ખુલ્લો હતો. અને ડ્રોવરમાં રહેલા 12 લાખ રૂપિયા ગાયબ હતાં. જલ્પા અને નિરવને ચોરી થઈ હોવાનો અંદાજ આવી ગયો હતો. જેથી તેમને ઘરમાં તપાસ તપાસ કરી તો 200 ગ્રામ સોનાની લગડી, સોનાના દાગીના તેમજ ચાંદીની લગડી ગાયબ હતી. નિરવે તરતજ પોલીસ કંટ્રોલમાં જાણ કરી દીધી હતી. પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચીને તપાસ શરૂ કરી હતી અને નિરવની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.

Exit mobile version