
અમદાવાદમાં એક તરફ પરિક્ષાનો માહોલ તો બીજી તરફ એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ થતા વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી
- અમદાવાદમાં આજથી યુનિવર્સિટીની પરિક્ષઆનો આરંભ
- એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ કરાઈ
અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. વધતા જતા કોરોનાને લઈને અમદાવાદ સહીકતના અનેક મહાનગરોમાં આકરા પગલા લેવામાં આવી રહ્યા છે,કોરોના સંક્રમણ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સામાન્ય જનતાની પરિવહન સુવિધા સેવાઓ એએમટીએસ અને બીઆરટીએસને તાત્કાલિક ઘઓરણે બંધ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે પરિક્ષાઓ પણ લેવાની શરુઆત થઈ ચૂકી છે ત્યારેબસ સેવાઓ બંધ થવાના નિર્ણયથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. કારણ કે વિદ્યાર્થીઓ પરિક્ષા સ્થળે કઈ રીતે પહોંચશે તે સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આજ રોજથી ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. બીએ બીકોમ, બીએસસી સહિત કેટલાક વિભાગોની પહેલા સેમિસ્ટરની પરીક્ષા યોજાવાની છે. જેમાં શહેરના અલગ અલગ કોલેજમાં ફાળવવામાં આવેલા પરીક્ષાના કેન્દ્ર પર આશરે 70 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે.ત્યારે આટલી મોટી સંખ્યાનમાંમ વિદ્યાર્થીઓ પરિક્ષા સ્થળે કી રીતે પહોંચશે તે પણ એક સમસ્યા સર્જાઈ છે.
પરીક્ષાના સમયે જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા શહેરમાં દોડતી એએમટીએસ અને બીએરટચીએસ બસો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર પર કેવી રીતે પહોંચવું તે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.તંત્ર દ્વારા અચાનક લેવાયેલ આ નિર્ણયનો અનેક લોકો દ્રારા તથા વિદ્યાર્થીઓ દ્રારા વિરોધ થઈ રહ્યો છે
સાહિન-