
દિલ્હીમાં બે દિવસમાં દર્દીઓની સંખ્યા બમણીઃ સંક્રમણ દર વધીને 2.44 ટકા
- દિલ્હીમાં સંક્રમણ દર વધ્યો
- બે દિવસમાં કેસમાં ઉછાળો
દિલ્હીઃ- સમગ્ર દેશભમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશની રાજધાની આ મામલે મોખરે છે,દિલ્હીમાં કોરોના સંક્રમણની વિસ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં દૈનિક સંક્રમણ કેસ વધીને બમણા થઈ ગયા છે. તે જ સમયે, છેલ્લા એક દિવસમાં નવા કોરોના દર્દીઓમાં 37 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, સંક્મણ દર પણ લાંબા સમય પછી 2.44 ટકા નોંધવામાં આવ્યો છે.
વિતેલા દિવસનs શુક્રવારે આરોગ્ય વિભાગે જણાવ્યું કે છેલ્લા એક દિવસમાં 1 હજાર 796 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ દરમિયાન 467 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાહતની વાત એ છે કે સંક્રમણના કારણે કોઈ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ છેલ્લા એક દિવસમાં 73 હજાર 590 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2.44 ટકા નમૂનાઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.
આ સાથે જ એક દિવસ પહેલા દિલ્હીમાં 1 હજાર 313 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા અને તે દરમિયાન સંક્મણ દર 1.78 ટકા હતો. બુધવારે, એક દિવસમાં 923 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા અને સંક્રમણ દર 1.29 ટકા હતો.આ સાથે જ, છેલ્લા એક દિવસમાં જ કોરોનાના 483 નવા કેસમાં વધારો થયો છે.