1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં NRIની બેન્ક ડિપોઝિટમાં કોરોનાને લીધે 90 ટકાથી વધુ ઘટાડો નોંધાયો
ગુજરાતમાં NRIની બેન્ક ડિપોઝિટમાં કોરોનાને લીધે 90 ટકાથી વધુ ઘટાડો નોંધાયો

ગુજરાતમાં NRIની બેન્ક ડિપોઝિટમાં કોરોનાને લીધે 90 ટકાથી વધુ ઘટાડો નોંધાયો

0
Social Share

અમદાવાદ: કોરોનાના કપરા કાળમાં વિદેશમાં વસવાટ કરતા ભારતીયોને પણ અસર થઈ હતી. ભારતમાં પણ  મેડીકલ અને ફાર્મા સેક્ટર ને બાદ કરતાં તમામ ક્ષેત્ર પ્રભાવિત થયા હતા. કોરોનાની અસર બિન નિવાસી ભારતીયો દ્વારા જમા થતી ડિપોઝીટ પર પણ થઇ છે.  એનઆરઆઇ  થકી જમા થતી રકમમાં કોરોનાના વર્ષમાં 90 ટકાથી પણ મોટો ઘટાડો નોંધાયો હતો.

કોરોના મહામારીના કારણેના માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વના લગભગ તમામ ઉદ્યોગો પર અસર થઈ હતી. ઉદ્યોગ ધંધા પડી ભાંગવાને કારણે લોકોએ ભેગી કરેલી બચત પણ ગુમાવી હતી. વિદેશમાં વસતા ગુજરાતીઓ દર વર્ષે હજારો કરોડ રૂપિયા વતનમાં વસતા પરિવાર માટે જમા કરાવતા હતા એમાં પણ 90 ટકા કરતા પણ વધુનો ઘટાડો ચાલુ વર્ષે નોંધાયો હતો. આ બાબત ગુજરાત સ્ટેટ બેંકર્સ કમિટીના રિપોર્ટમાં સામે આવી હતી.

એસએલબીસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 2019-2020માં NRI ડિપોઝિટ રૂ. 7977 કરોડ જમા થઈ હતી. જેની સામે ચાલુ વર્ષ 2020-21માં માત્ર રૂ. 74 કરોડ NRI ડિપોઝિટ પેટે જમા થયા છે. અગાઉના વર્ષની સરખામણીએ NRI ડિપોઝિટ જમા થવામાં 90 ટકાથી પણ વધારેનો ઘટાડો છે.  છેલ્લાં 10 વર્ષમાં રાજ્યમાં NRI ડિપોઝિટમાં આ સૌથી ઓછી છે. કોરોના મહામારીને પગલે એનઆરઆઇ ડિપોઝીટમાં ઘટાડો થયો છે. જે સ્થિતિ સામન્ય થતાં રાબેતા મુજબ થાય એમ લાગી રહ્યુ છે. એન.આર.આઈ. ડિપોઝિટ રૂ. 80,183 કરોડ છે. 2010-11માં આ આંકડો રૂપિયા 22,976 કરોડ હતો. 10 વર્ષમાં ડિપોઝિટમાં ચાર ગણો વધારો થયો હતો. સૌથી મોટો વધારો 2013-14મા રૂ. 13,839 કરોડનો થયો હતો.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ  જિલ્લામાં રૂ. 16,828 કરોડ એનઆરઆ ડિપોઝિટ છે. બીજા નંબરે કચ્છ  જિલ્લામાં રૂ. 13,726 કરોડ‌ છે. રાજ્યની કુલ ડિપોઝિટના 83 ટકા 7 જિલ્લામાં છે, જેમાં અમદાવાદ, કચ્છ, વડોદરા, આણંદ, રાજકોટ, સુરત, નવસારી જિલ્લાઓ છે. જેમાં આ વર્ષે ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે.

વિદેશમાં કોરોનાના પગેલ દુનિયાના અલગ અલગ દેશમાં લગાડવામાં આવેલા લોકડાઉન અને આંશિક લોકડાઉનના પગલે ધંધા-રોજગાર બંધ હતા એટલે તેની અસર એનઆરઆઇની આવક પર થઇ હોય પોતની કમાણીમાંથી બચત કરી બહાર રહેતા લોકો ‌ગુજરાતમાં એ રકમ ડિપોઝિટ કરતા હોય છે જે મોટે ભાગે બચત કે ઇન્વેસ્ટમેન્ટ માટે હોય છે. મહામારીના કારણે ડિપોઝીટમાં મોટો ઘટાડો આવ્યો છે. જે આગામી વર્ષે પણ જારી રહી શકે કોરોનાની સ્થિતિ સામાન્ય બનતાં એનઆરઆઇ (NRI) દ્વારા થતી ડિપોઝીટ પણ વધી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code