મુંબઈ, 17 જુલાઈ 2026: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક શાળાના શિક્ષકે કથિત રીતે પોતાની કાર ગોદાવરી નદીમાં ઉતારી દીધી હતી. આ ઘટનામાં શિક્ષક અને તેમના બે બાળકો ડૂબી ગયા હતા. પોલીસને આ આત્મહત્યાનો મામલો હોવાની શંકા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હિમાયતનગરના પોટા બુદ્રુક સ્થિત જિલ્લા પરિષદ શાળાના શિક્ષક સુનીલ મોરે (42) સવારે લગભગ 8 વાગ્યે તેમની પુત્રી સારા (12) અને પુત્ર સુમિત (8) સાથે કારમાં અમદુરા-પુણે-ગાંવ રોડ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગોદાવરી નદી પરના પુલની ધાતુની રેલિંગ સાથે કાર અથડાવી હતી. કાર બેરિયર તોડીને સીધી નદીમાં ખાબકી. અકસ્માત સમયે તેની પત્ની ઘરે હતી.
સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને SDRFને જાણ કરી. લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ, SDRFની ટીમે કારને નદીમાંથી બહાર કાઢી. કારમાંથી શિક્ષક અને બંને બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે ઘટના પહેલાં સુનીલ મોરે તેના વોટ્સએપ સ્ટેટસ પર પોસ્ટ કરીને આરોપ મૂક્યો હતો કે તેના ઉપરી અધિકારીઓ તેને હેરાન કરી રહ્યા છે. તેણે એવું પણ લખ્યું હતું કે તે પોતાના બે બાળકો સાથે આત્મહત્યા કરી લેશે.
વધુ વાંચો: ગુજરાતમાં ATSએ જૈસ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓને દબોચી લીધા


