1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લીંબડી નજીક નેશનલ હાઈવે પરની હોટલો પાસે ડિવાઈડર તોડી કટ કરાતા અકસ્માતનો ભય
લીંબડી નજીક નેશનલ હાઈવે પરની હોટલો પાસે ડિવાઈડર તોડી કટ કરાતા અકસ્માતનો ભય

લીંબડી નજીક નેશનલ હાઈવે પરની હોટલો પાસે ડિવાઈડર તોડી કટ કરાતા અકસ્માતનો ભય

0
Social Share

સુરેન્દ્રનગર, 17 જુલાઈ 2026 : Gap created in the highway divider near hotels અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી અને સાયલા આસપાસ સ્થાનિક હોટલો અને પેટ્રોલપંપના સંચાલકો દ્વારા હાઈવે પરના ડિવાઈડરને તોડીને ગેરકાયદે કટ આપવામાં આવેલા છે. તેના લીધે અકસ્માતનો ભય રહેતો હોય છે. આ મામલે હાઈવે ઓથોરિટી અને જવાબદાર તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. નેશનલ હાઈવે પર થોડા અંતરે આવતા કટ બંધ કરવાની માગ ઊઠી છે.

  લીંબડીથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર આવેલી હોટલો, પેટ્રોલ પંપ સહિતના ધંધાના માલિકોએ આર્થિક સ્વાર્થ સાધવા અને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા હાઈવે વચ્ચે આવેલા ડિવાઈડરોને ગેરકાયદે રીતે તોડીને જોખમી કટ બનાવી નાખ્યા છે. ભારે ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવે પર ગેરકાયદે ડિવાઈર તોડીને કટ અપાયા હોવાથી અકસ્માતનો ભય વધી ગયો છે. રોંગ સાઈડમાંથી અચાનક વાહનો હાઈવે રોડ પર આવી જતાં અકસ્માતો સર્જાવાની શક્યતા વધી ગઈ છે. હાઈવે ઓથોરિટી અને જવાબદાર તંત્ર આ ગંભીર બેદરકારી સામે મૌન સેવીને બેઠું હતું.

નેશનલ હાઈવે પર ડિવાઈડર તોડીને ગેરકાયદે અપાયેલા કટ તાત્કાલિક બંધ કરી, ડિવાઈડરો તોડનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. દરમિયાન તંત્ર દ્વારા ચોરણિયા ગામના પાટિયા સામે આવેલું ગેરકાયદે કટ બંધ કરાતા ગ્રામજનો દોડી આવ્યા હતા. અને  કટ બંધ કરવાનો વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે હાઈવે ઉપરના તમામ ગામોની સામે કાંતો ઓવરબ્રિજ અથવા અંડરપાસ અથવા કાયદેસરના સરકારી કટ મૂક્યા છે પરંતુ અમારી ગામ સામે કટ મૂકાયો નથી. ગ્રામજનોએ સરકારી કટ આપવાની માંગ કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code