
નવરાત્રીમાં ફ્રેન્સી ગરબીઓની વધી ડિમાન્ડમ – માર્કેટમાં અવનવી ડિઝાઈનની માટલીઓએ જમાવ્યું આકર્ષણ
- નવરાત્રીમાં ડિઝાઈનર ગરબીઓનું આકર્ષણ વધ્યું
- અવનવી ફ્રેન્સીઓ માટલીઓ જોવા મળી
આજથી નવલી નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે, નવરાત્રીમાં ખાસ કરીને માતાજીની સ્થાપના કરીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે, માતાજીના દરબારમાં અવનવી ડિઝાઈનર માટલી મૂકવામાં આવે છે જેમાં દિવો પ્રગટાવ્યો હયો ત્યારે હવે આ સાદી માટી વાળી માટલીનું સ્થાન ડિઝાઈનર માટલીએ લીઘું છે.
જો પ્રાચીન સમયની વાત કરીએ તો ત્યારે માત્ર માટીની સાદી માટલીઓ મૂકવામાં આવતી હતી દો કે હવે માટીની જ માટલી પર કલર કરીને રંગબેરંગી બનાવાઈ છે સાથે જ માટલીમાં કાણા પણ અવનવી ડિઝાઈનમાં પાડવામાં આવે છે જે પહેલા માત્ર ગોળ કાણામાં જોવા મળથી હવે ત્રિકોણ કાળા લંબ ગોળકાણાઓ માચલીમાં આકર્શમ દનાવે છે.અર્થાત હવેની માટલીઓને રંગ ઢંગ અલગ રીતે કરીને તેને વધુ આકર્ષક બનાવાઈ છે.
પ્રાચતીન સમયમાં લાલ અને સફેદ રંગના જ ગરબા માતાજીની આરાધનામાં રાખવામાં આવતા હતો જો કે બદલા સમયની સાથે નવી ડિઝાઈનને આકર્ષક જમાવ્યું છે.શહેરમાં લાઈટિંગવાળા અને ડિઝાઈનર ગરબા પણ હવે જોવા મળી રહ્યા છે
આજથી શરુ થયેલી નવરાત્રીમાં હવે માર્કેટમાં કલાત્મક ગરબાઓએ પોતાનું સ્થાન જમાવ્યું છે. વર્તમાન સમયમાં લોકો ડિઝાઈનર ગરબા પસંદ કરી રહ્યા છે.ડિઝાઈનર ગરબાઓની તો તેની કિમંત પણ એચલી વધુ નથી જે દરેક સામાન્ય લોકોને પોસાઈ તેવી હોય છે.
માટલીઓને પરંપરાગત રીતે શણગારવાનો ડ્રેન્ડ
આજકાલ ગરબામાં મૂકવામાં આવતી માટલીઓને કલાત્મક રીતે શુશોભીત કરવામાં આવે છે.આભલાં, ટીકી, સ્ટોન, મોતી, ડાયમંડ વર્ક, મિરર વર્ક વગેરેનો ઉપયોગ કરીને આ પ્રકારના ગરબાને ડિઝાઈનર બનાવવામાં આવે છે.
આ ડિઝાઈનર માટીની માટલી પર ગરબા પર છીપલા મોતી અને કોડી પણ લગાવીને તેને ડેકોરેટ કરવામાં આવે છે ,તેની સાથે રંગીન રંગો વજે તેની શોભામાં વધુ વધારો કરવામાં આવે છે.
માર્કેટમાં લાઈટિંગ વાળા ગરબાનું આકર્ષણ
લાઈટિંગવાળા ગરબામાં કાણા વાળા ગરબાની અંદર ઈલેક્ટ્રોનિક લાઈટિંગ ફઇટ કરવામાં આવે છે તેમાં એક એડેપ્ટર લગાવી ઈલેક્ટ્રિક વાયર સાથે જોડવામાં આવે છે.આ ગરબીઓને પાણીમાં પધરાવાતી નથી તે દરવર્ષે ઉપયોગમાં લઈ શકાય છે જો તમે ઈચ્છો તો દરવર્ષે તેના પર કોઈ પણ પ્લેન રંગ કરીને ફરીથી નવી ડિઝાઈન બનાવી શકો છો.