Site icon Revoi.in

સાળંગપુરમાં કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો

Social Share

બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી છે. આજે કષ્ટભંજનદેવ હનુમાન દાદાને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ સિવાય હનુમાન દાદાને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરવામાં આવ્યો છે. આજે કષ્ટભંજન દેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ભાવિકો દાદાના દર્શન કરી શકે તે માટે મંદિર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે ગણપતિ મહોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી છે. આજે વહેલી સવારે 9 વાગ્યે શ્રી હરિ મંદિરમાં ગણપતિ દાદાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પૂજન બાદ, આરતી કરવામાં આવી હતી. ભક્તોએ આ દિવ્ય અને અનેરા દર્શનનો લાભ લીધો હતો.  મંદિરના પૂજારીએ જણાવ્યું કે, ‘આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો છે. હનુમાનજીના સિંહાસને આઠ પ્રકારના ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે. દાદાને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા છે.