Homeગુજરાતીઉનાળાની ગરમીમાં કાચી કેરીનું શરબત લૂ થી બચાવે છે,જાણો કેરી ખાવાના અનેક...

ઉનાળાની ગરમીમાં કાચી કેરીનું શરબત લૂ થી બચાવે છે,જાણો કેરી ખાવાના અનેક ફાયદ

  • કાચી કેરીનું શરબત ઉનાળાનું બેસ્ટ ડ્રિંક છે
  • એનર્જી સહીત ગરમીની લૂમાં ઠંડક આપે છે

ગરમીની ઋતુ ચાલી રહી છે ત્યારે સૌ કોR ગરમીના કારણે ત્રાહીત્રામ પોકારી ઉઠ્યા છે, એમા પણ જો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું હોય તો હાલત ખરાબ થી જતી હોય છે, પેટમાં બળતરાથી લઈને એસિડિટી જેવી અનેક સમસ્યાો ગરમીમાં થાય છે ત્યારે આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ, હાલ કેરીની સિઝન પણ છે કેરીને ફળોનો રાજા કહે છે, જો કે કાચી કેરી ગરમીમા ખૂબ જ ફાયદો કરે છે,તેનાથી લૂ છી બચી શકાય છે અને પેટને ઠંડક પણ મળે છે.

ખાસ કરીને ઉનાળામાં લુ લાગવાનું જોખમ  હોય છે અને તમે કાચી કેરીના સેવનથી તેનાથી બચી શકો છો. લીલી કેરી પોટેશિયમનો ખૂબ જ સારો સ્રોત માનવામાં આવે છે, જેના કારણે તે શરીરમાં સોડિયમની માત્રાને કંટ્રોલ માં કરીને તે શરીરમાં પાણીની અછતને પૂરું કરે છે. એટલા માટે ઉનાળાની ઋતુમાં કાચી કેરીનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

કાચી કેરીનું શરબત –

એક કાચી કેરીને છાલ સાથે જ છીણી લો, હવે આ છીણમાં જરુર અને સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીદો, હવે તેમાં 2 ગ્લાસ પાણી નાખીને ચમચી વડે બરાબર ફેરવતા રહો 5 મિનિટ સુધી ફેરવતા રહેવું ત્યાર બાદ આ શરબતને ગાળી લેવું અને તેમાં મીઠું તથા જીરાનો પાવડર એડ કરીને તેનું સેવન કરવું, આ કેરીનું શરબત ભરબપોરે પીવાથી લૂમાં રાહત મળે છે.

 

ઉનાળામાં પાચન શક્તિને વધુ મજબૂત બનાવવા માટે કાચી કેરીનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. બીજી બાજુ કાચી કેરી ડાયાબિટીઝવાળા દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

એક કાચી કેરીમાં અનેક  સફરજન, અનેક કેળા,  લિંબુ અને કેટલાક સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular