
દેશના 28 જિલ્લાઓ કોરોનાને લઈને રેડ ઝોનમાં, સરકારે ગ્રાઉન્ડ લેવલે કડકતા દાખવવાનો આદેશ આપ્યો
- દેશના 28 જીલ્લાઓ કોરોનાની ઝપેટમાં
- સરકારે નિયમોમા કડક વલણ અપવાના આદેશ આપ્યા
દિલ્હીઃ- દેશમાં સતત કોરોનાનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે વિતેલા દિવસે કોરોનાના 5 હજારથી પણ વધુ કેસ નોંધાયા હતા ,કારણ કે દેશના કેટલાક જીલ્લાઓ કોરોનાને લઈને રેડ ઝોનમાં જોવા મળ ીરહ્યા છે જ્યા સતત કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હિમાચલ પ્રદેશથી લઈને કેરળ સુધીના દેશના 28 જિલ્લાઓને ચેપના વધારાને કારણે રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે. તેમાં હરિયાણા અને મહારાષ્ટ્રના તે ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે, જ્યાં સાપ્તાહિક ચેપ પાંચ ટકાથી વધુ હતો. બુધવારે રાજ્યો સાથેની બેઠકમાં આરોગ્ય મંત્રાલયે અસરગ્રસ્ત રાજ્યોને જમીની સ્તરે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
અરુણાચલ પ્રદેશ સહિત સાત રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસ ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે. અરુણાચલ પ્રદેશમાં દેશમાં સૌથી વધુ 21.43 ટકાનો વધારો નોંધાયો છે.
આ સાથે જ દેશના કેટલાક ભાગોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એક જ દિવસમાં 40 ટકાનો ઉછાળો આવ્યો હતોએક દિવસમાં લગભગ 40 ટકાના ઉછાળા સાથે બુધવારે દેશમાં 5 હજાર 233 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા.
સક્રિય દર્દીઓની સંખ્યા 28,857 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3345 લોકો કોરોનાથી સાજા થયા છે. સાત લોકોના મોત થયા છે. જ્યારે એક દિવસ અગાઉ 7 જૂને 3741 કેસ નોંધાયા હતા.
વધતા જતા કોરોનાના કેસોને લઈને અનેક તકેદારી રાખવામાં આવી રહી છે વિતેલા દિવસે જો કોઈ પેસેન્જર પ્લેનની અંદર ચેતવણી આપવા છતાં માસ્ક પહેરવાનો ઇનકાર કરે છે, તો એરલાઇન્સ પ્લેન ટેક ઓફ થાય તે પહેલા પ્લેનમાંથી ઉતરી શકે છે તેમ ડીજીસીએ જણાવ્યું છેય
આ સાથે ડજ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ વગેરે રાજ્યોમાં ફરી કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને એવિએશન રેગ્યુલેટર DGCAએ વિવિધ એરલાઈન્સને આ કડક સલાહ આપી છે. મહારાષ્ટ્રમાં પણ લોકોને માસ્ક પહેરવાની અપીપલ કરવામાં આવી રહી છે તો કેટલીક જગ્યા એ ફરી કોરોનાના ટેસ્ટિંગ બૂથ શરુ કરવામાં આવી રહ્યા છે.