વર્ષ 2022ની ચૂંટણીના પડધમઃ ગૃહમંત્રી અમિતશાહ આજે ઉત્તરાખંડની મુલાકાતે,જનસભાને સંબોધશે
- ગૃમંત્રી શાહ આજે ઉત્તરાખંડમાં ચૂંટણીની બિગૂલ ફૂંકશે
- વર્ષ 2022ની ચૂંટણીની તડામાર તૈયારીઓ
દહેરાદૂનઃ- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજ રોજ શનિવારે ઉત્તરાખંડમાં પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. તેઓબન્નુ સ્કૂલ, રેસકોર્સ, દેહરાદૂનના મેદાનમાં જનસભાને સંબોધશે. આ સાથે જ ભાજપે જાહેરસભાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
અમિત શાહ રાજ્ય સરકારની ઘસિયારી કલ્યાણ યોજનાનું પણ લોકાર્પણ કરશે. શુક્રવારે મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેર સભા સ્થળનું અચાનક નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી વ્યવસ્થા વિશે માહિતી લીધી હતી. તેમણે અધિકારીઓને સૂચના આપી કે કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે.
આસમગ્ર બાબતને લઈને પાર્ટીના પ્રદેશ મહાસચિવ કુલદીપ કુમારે માહિતી આપતા કહ્યું કે અમિત શાહ શનિવારે દેહરાદૂન પહોંચ્યા બાદ સૌપ્રથમ ઘસિયારી કલ્યાણ યોજના અને સહકારી વિભાગ સાથે સંબંધિત કેટલીક અન્ય યોજનાઓનું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ તેઓ એક ભવ્ય જનસભા કરશે. જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચશે.
પ્રદેશ પદાધિકારીઓને મળ્યા બાદ શાહ પ્રદેશ પાર્ટી કાર્યાલય ખાતે પાર્ટીની કોર કમિટીને મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક, પાર્ટીના રાજ્ય પ્રભારી દુષ્યંત કુમાર ગૌતમ અને પાર્ટી કોર કમિટીના સભ્યો હાજર રહેશે. આ બેઠકમાં શાહ પાર્ટીની ચૂંટણીની દિશા સ્પષ્ટ કરશે. આ સાથે ચૂંટણીમાં ભાજપની તરફેણમાં વાતાવરણ ઊભું કરવાની ટિપ્સ પણ આપવામાં આવશે.
જાહેર સભાને સંબોધિત કર્યા બાદ અમિત શાહ આઈઆરટીડી ઓડિટોરિયમમાં પાર્ટીના પ્રદેશ પદાધિકારીઓ સાથે બેઠક પણ કરશે. આ બેઠકમાં તેઓ ચૂંટણીની તૈયારીઓની સમિક્ષા પણ કરશે તે વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેવા માટે પણ હાકલ કરશે. આ દરમિયાન તેઓ પાર્ટીના પદાધિકારીઓને દિશા-નિર્દેશ પણ આપશે.
જાણો અમિત શાહનો મિનિટ ટૂ મિનિટનો કાર્યક્રમ
ગૃહમંત્રી શાહ 10.45 વાગ્યે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચષે. – 11 વાગ્યે તેઓ જીટીસી હેલિપેડથીરવાના થશે. – 11 20 વાગ્યે બન્નુ સ્કૂલના મેદાનમાં પહોંચશે. ત્યાર બાદ 11.25 થી 12.30 દરમિયાન ઘસિયારી યોજનાનું ઉદ્ઘાટન અને જાહેર સભાને સંબોધશે
બપોરે 12.40 થી 1.25 વાગ્યા સુધી IRDT ઓડિટોરિયમમાં રાજ્યના અધિકારીઓ સાથે બેઠક. ત્યાર બાદ તેઓ બીજેપી કોર ગ્રુપની બેઠક 2.00 થી 3.00 દરમિયાન યોજશે
દેવ સંસ્કૃતિ યુનિવર્સિટી શાંતિકુંજ હરિદ્વારમાં 4.00 થી 5.30 સુધી તેઓ હાજરી આપશે. ત્યાર બાદ 5.45 થી 6.45 દરમિયાન હરિહર આશ્રમ કંઢાલમાં સંતો સાથે મુલાકાત કરનાર છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત ભાજપની ચૂંટણી પ્રચારને મજબૂત બનાવશે