1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં રાઈનું તેલ શરીરના દૂખાવાને કરે છે દૂર- જાણો રાય તથા તેના તેલના ફાયદાઓ
શિયાળામાં રાઈનું તેલ શરીરના દૂખાવાને કરે છે દૂર- જાણો રાય તથા તેના તેલના ફાયદાઓ

શિયાળામાં રાઈનું તેલ શરીરના દૂખાવાને કરે છે દૂર- જાણો રાય તથા તેના તેલના ફાયદાઓ

0
Social Share
  • રાયના તેલથી માલીશ કરવાથી દુખાવામાં રાહત થાય છે
  • માલીશ કરીરાયને વાટીને સોજા પર લગાવવાથી સોજા દૂર થાય છે
  • રાયને જુદા જુદા રાયતામાં ઉપયોગ કરી શકાય છે
  • રાયની તાસીર ગરમ છે જે પાચન શક્તિ મજબૂત કરે છે

રાય આમતો દેખાવમાં ખૂબજ નાની છે, પરંતુ દરેક શાકથી લઈને દાળના વધારમાં રાયની હાજરી હોયને હોય જ છે તેની સુંગધથી કિચન મહેકી ઉઠે છે,રાય એક એવી વસ્તુ છે કે તેના વગર વઘાર અઘુરો રહે છે, તમામ પ્રકારની વાનગીઓમાં રાયનો વધાર કરવામાં આવે છે, રાયનો ખાસ ગુણઘર્મ ગરમ છે.રાયને વધારથી લઈને જુદી જુદી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

રાયના ફાડા જેને આપણે રાયના કુરીયા કહીએ છે જેને ગાજર,કેરી, મરચા, ગરમળ વગેરેમાં નાખીને અથાંણા પણ બનાવવામાં આવે છે, કેહવા છે કે રાયના કુપરીયા વગરનું અથાણું નકામું, આ રીતે રાયને અથાણા,શાક,દાળ તમામ વાનગીમાં મહત્વ આપવામાં આવ્યું છે.

રાઈનું વાનસ્પતિક નામ બ્રાસિકા નાઈગ્રા છે અને તે કાળા સરસવ તરીકે પણ ઓળખાય છે,રાયનું તેલ પંજાબ અને રાજસ્થાનમાં ખાસ કરીને ઉપયોગમાં લેવાય છે, કારણ કે રાઇ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી જ મહત્વની છે.રાઈનો મુખ્ય ગુણ પાચક હોય છે.પેટની અંદરના કૃમિ તેવા વડે નાશ પામે છે.

જાણો રાયના જુદા જુદા ઉપયોગ અને ફાયદાઓ

  • રાયના તેલમાં એકદમ ઝીંણુ મીઠુ ભેળવીને મંજન કરવાથી પાયરિયાના રોગ નષ્ટ થાય છે
  • રાયને ઘોળીને માથા પર લગાવવાથી માથાની ફોડકી અને વાળનું ખરતા અટકે છે.
  • રાય વાળું પાણી ગરમ કરીને તે પાણીને ટબમાં કમર સુધી ભરીને બેસવાથી ઘણા પ્રકારના રોગ અને દુખાવામાં રાહત મળે છે
  • રાયને પીસીને દુખાવા પર લેપ લગાવવાથી દુખાવામાં રાહત થાય છે, આ સાથે જ સોજા પર લગાવવાથી સોજો પણ ઉતરી જાય છે
  • રાય માથાના દુખાવાની સમસ્યામાં ફાયદાકારક છે.
  • શિયાળામાં રોજ સવારે હાથ પગ પર રાઈના તેલથી માલિશ કરવાથી દૂખાવો મટે છે
  • રાના તેલનું માલિશ ઉત્તમ ગણવામાં આવે છે,તેમાં રહેલો ગરમ ગુણઘર્મ શરીરને મજબૂત બનાવે છે.
  • રાઈના લેપમાં કપૂર મેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં રાહત મળે છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code