
આંતરડાને સ્વસ્થ રાખવા માટે આ વાનગીઓને ડાયટમાં કરો સામેલ
- આંતરડાને આ રીતે રાખો સ્વસ્થ
- ડાયટમાં સામેલ કરો આ વાનગી
- આવો જાણીએ કઈ છે આ વાનગીઓ
સ્વસ્થ આંતરડા એ સુખી જીવનશૈલી અને સ્વસ્થ શરીરની ચાવી છે. આપણા રસોડામાં આવા ઘણા ઘટકો છે જે ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર છે.આ તત્વો આપણા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.તમે આ ઘટકનો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવી શકો છો.આપણે બાળપણથી જ આ વાનગીઓનું સેવન કરીએ છીએ.તેઓ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ ખૂબ જ હેલ્ધી અને હળવા પણ હોય છે.આપણને ઘણીવાર સલાહ આપવામાં આવે છે કે, દિવસમાં એકવાર હળવું ભોજન લો.આ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ખીચડી
દાળ અને ચોખામાંથી બનેલી ખીચડીનું સેવન ધી સાથે કરવામાં આવે છે. તેમાં ફાઈબર હોય છે.તે આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કબજિયાત, ઝાડા અને ઉલ્ટી દરમિયાન ઘણીવાર ખીચડી ખાવાની ભલામણ કરવામાં આવે છે.તમે તેમાં ઘણા પ્રકારના શાકભાજીનો સમાવેશ કરી શકો છો જેમ કે પાલક વગેરે. આ કારણે તેનું પોષણ મૂલ્ય અને સ્વાસ્થ્ય લાભ અનેકગણો વધી જાય છે.
દહીં-ચોખા
આંતરડાની સમસ્યાઓને દૂર કરવા માટે આ એક શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે. દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે.તેઓ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.સફેદ ચોખા પચવામાં સરળ છે. દહીં સાથે ખાવાથી તેના સ્વાસ્થ્ય લાભો અનેકગણો વધી જાય છે.દહીં ચોખા તમારા શરીરનું સ્વસ્થ માઇક્રોબિયલ સંતુલન જાળવી રાખે છે.
ઇડલી
આ એક લોકપ્રિય દક્ષિણ ભારતીય વાનગી છે.આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માટે તમે ઈડલીનું સેવન કરી શકો છો.ઈડલીમાં કેલરી ઓછી હોય છે.તમે તેને હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ખાઈ શકો છો.તેને ચટણી સાથે પીરસવામાં આવે છે.
આમળાનો મુરબ્બો
આમળાના મુરબ્બામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.આ મુરબ્બો કબજિયાત અને ગેસ્ટ્રાઇટિસ જેવી સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
મગની દાળ
મગની દાળમાં બ્યુટીરેટ ફેટી એસિડ હોય છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે.આ કબજિયાતની સમસ્યાથી બચાવે છે.પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને આયર્ન આપવા ઉપરાંત મગની દાળ પચવામાં પણ સરળ છે.