1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાકાળમાં નોકરીઓમાં મહીલાઓની ભાગીદારી વધીઃ જાણો આ બાબતની વિસ્તૃત આંકડાકીય માહિતી
કોરોનાકાળમાં નોકરીઓમાં મહીલાઓની ભાગીદારી વધીઃ જાણો આ બાબતની  વિસ્તૃત આંકડાકીય માહિતી

કોરોનાકાળમાં નોકરીઓમાં મહીલાઓની ભાગીદારી વધીઃ જાણો આ બાબતની વિસ્તૃત આંકડાકીય માહિતી

0
Social Share
  • કોરોનાકાળમાં વધુ મહિલાઓ નોકરીમાં જોડાઈ
  • ઈપીએફઓ મુજબ આકંડાકિય માહિતીથી આ બાબત સામે આવી

દિલ્હીઃ- વિતેલા વર્ષથી સમગ્હ દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો હતો. જોકે કોરોના સમયગાળા દરમિયાન નોકરીઓમાં પણ કટોકટી જોવા મળી હતી, તેજો કે તેની સામે એક સારા સમાચાર એ પણ જોવા મળે છે કે, ઉપલબ્ધ તમામ નવી નોકરીઓમાં મહિલાઓની ભાગીદારી વધી છે. અનેક નિષ્ણાતો મહીલાઓની નોકરીઓ વધવા  પાછળ ઘણા કારણોને જવાબગાર માને છે. જેમા ખાસ કરીને  ઘરેથી કામ કરવાની સુવિધા, નર્સો માટે વધુ નોકરીઓ અને પ્રમાણમાં ઓછા પગારવાળા કર્મચારીઓની પસંદગી આ સાથે જ અનેક સેવાઓમાં મહીલાઓનો જબદબો જોવા મળ્યો છે.

કેન્દ્રીય આંકડા મંત્રાલયે તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ના ડેટાને સાર્વજનિક કર્યો છે. આ આંકડા સપ્ટેમ્બર 2017 થી જુલાઈ 2021 સુધીના છે. આ આંકડાઓનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે નવા જોડાયેલા ઈપીએફઓ ​​સબ્સ્ક્રાઇબર્સમાં મહિલાઓનો હિસ્સો કોરોના સમયગાળા દરમિયાન વધ્યો છે જે પહેલા કરતકા ઘણો સુધર્યો છે.

સપ્ટેમ્બર 2017 અને માર્ચ 2018 વચ્ચેના ડેટા પર નજર કરીએ તો કુલ 84 લાખ 57 હજાર 404 નવા ગ્રાહકો આઈપાએફઓ ​​માં જોડાયા, જેમાંથી લગભગ 18 ટકા એટલે કે 15 લાખ 32 હજાર 496 મહિલાઓ જોવા મણળી છે.

આ સાથે જ એપ્રિલ 2018 થી માર્ચ 2019 ની વચ્ચે 1 કરોડ 39 લાખ 44 હજાર 347 નવા ગ્રાહકો ઉમેરવામાં આવ્યા, જેમાં મહિલાઓનો હિસ્સો 21 ટકા પાસે સાપે જોવા મળ્યો હતો. આ દરમિયાન 29 લાખ 23 હજાર 962 મહિલાઓ ઈપીએફઓ​​ની સભ્ય બની છે. આ સમય એવો હતો કે જે દરમિયાન કોરોના મહામારી જોવા મળી રહી હતી, આ સાથએ જ લોકડાઉન પણ શરુ થયું હતું.

જો આપણે એપ્રિલ 2019 થી માર્ચ 2020 સુધીના સંપૂર્ણ કોરોના સમયગાળાના ડેટા પર નજર કરીએ, તો કુલ 1 કરોડ 10લાખ 40 હજાર 409 લોકો ઈપીએફઓ ​​ના સભ્ય બન્યા. તેમાંથી મહિલાઓની સંખ્યા 25 લાખ 20 હજાર 661 જોવા મળી  હતી, જે લગભગ 23 ટકા છે. આ કોરોના સમયગાળા કરતા પાંચ ટકા વધારે જોવામ મળે છે. ત્યાર બાદ નવી ભરતીમાં એપ્રિલ 2020 થી માર્ચ 2021 સુધી મહિલાઓની ટકાવારી 23 ટકાની નજીક રહી છે. આ સમયગાળા દરમિયાન 85 લાખ 48હજાર 819 ભરતીમાંથી 19લાખ 45હજાર 16તો માત્ર  મહિલાઓ હતી.

રિપોર્ટ પ્રમાણે જોઈએ તો એપ્રિલ, મે, જૂન અને જુલાઈના ચાર મહિનામાં પણ નવા જોડાયેલા઼ઈપીએફઓ ​​ના મહિલા ગ્રાહકોની સંખ્યામાં વધારો ચાલુ રહ્યો હચો. એપ્રિલમાં 7 વાખ 75 હજાર 778 નવા સભ્યોમાંથી 27.4 ટકા  એટલે કે 2 લાખ 12 હજાર 88 મહિલાઓ હતી. જ્યારે મે મહિનામાં 6 લાખ 28 હજાર 798 નવા સભ્યોમાંથી 1 લાખ 62 હજાર 189 એટલે કે 25.8 ટકા મહિલાઓ હતી. એ જ રીતે, જૂન, 1 લાખ 97 હજાર 740 માં 25 ટકા મહીલાઓ જ હતી,

ઈપીએફઓ સાથે સંકળાયેલા સૂત્રો અને બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોનાકાળહમાં નર્સની જોબની માંગ વધતા આ નોકરીઓમાં મહીલાઓ ખૂબ આગળ આવી છે એમ કહી શકાય, આ સાથે જ કંપનીઓ ઓછા પગારવાળા સ્ટાફને પસંદ કરી શકે છે. જેમાં મહિલાઓને વધુ તક મળી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code