1. Home
  2. revoinews
  3. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ

0
Social Share
  • દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ફક્ત ૧૧ જ દિવસમા ૩૫૦ કંપનીને વાઇબ્રન્ટ ખાતે જોડવા બદલ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરાયું

વડોદરા,૨૯ જૂન, 2026: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડોદરામાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું.

iNDEXTbએ K and D Communication Limited સાથે મળીને ગત ૨જી મે, ૨૦૨૬ના રોજ સુરત ખાતે યોજાયેલા બિઝનેસ એક્સ્પોઝિશનમાં ફક્ત ૧૧ જ દિવસમાં સૌથી વધુ પ્રદર્શકો કુલ-૩૫૦ જેટલા પ્રદર્શકો જોડાવાનો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો. આ સિદ્ધિને માન્યતા આપતાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ શ્રી નાના રેહા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

નોંધનીય છે કે, iNDEXTb ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા તરીકે રોકાણકારો માટે સિંગલ પોઇન્ટ ઑફ કોન્ટેક્ટ તરીકે કાર્ય કરે છે. સંસ્થા રોકાણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે માર્ગદર્શન, જરૂરી સુવિધાઓ અને નીતિ આધાર પૂરો પાડીને રાજ્યના ઔદ્યોગિક તેમજ સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ iNDEXTbની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસ માટે તેની કામગીરીને બિરદાવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code