Site icon Revoi.in

ભારતે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી

Social Share

નવી દિલ્હીઃ મેક ઇન ઇન્ડિયા પહેલની શરૂઆત થઈ ત્યારથી ભારતે 2023-24 માં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી છે, જે વિક્રમી એક લાખ 27 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય 174 ટકા વધ્યું છે, જે 2014-15 માં 46 હજાર 429 કરોડ રૂપિયા હતું.

મંત્રાલયે જણાવ્યું કે, એક સમયે વિદેશી પુરવઠાકારો પર નિર્ભર દેશ હવે સ્વદેશી ઉત્પાદનમાં વધતી જતી શક્તિ તરીકે સ્થાપિત થયો છે અને સ્વદેશી ક્ષમતાઓ દ્વારા તેની લશ્કરી શક્તિને આકાર આપી રહ્યો છે. સંરક્ષણ નિકાસ પણ 686 કરોડથી વધીને 21 હજાર કરોડ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે, જે છેલ્લા દાયકામાં 30 ગણો વધારો દર્શાવે છે.