1. Home
  2. ગુજરાતી
  3. ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમમાં રોકાણકારોને જાહેર આમંત્રણ, પરમાણુ ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રે કરાર
ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમમાં રોકાણકારોને જાહેર આમંત્રણ, પરમાણુ ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રે કરાર

ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમમાં રોકાણકારોને જાહેર આમંત્રણ, પરમાણુ ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રે કરાર

0
Social Share

સિડની, 9 જુલાઈ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના સત્તાવાર પ્રવાસે છે, જ્યાં તેમણે દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ‘ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા સીઇઓ ફોરમ’ને સંબોધિત કર્યું હતું, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના અગ્રણી સીઇઓ, બિઝનેસ લીડર્સ, મોટા રોકાણકારો તેમજ અગ્રણી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર્સ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ વૈશ્વિક મંચ પર પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમએ સંયુક્ત રીતે ‘ઇકોનોમિક રોડમેપ બિઝનેસ ઇવેન્ટ’ને પણ સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ પોતાના વક્તવ્યમાં ભારતની ઝડપી વિકાસ ગાથા અને આર્થિક સુધારાઓની રૂપરેખા રજૂ કરી હતી અને ઓસ્ટ્રેલિયન રોકાણકારોને ભારતના વિશાળ બજારમાં મૂડીરોકાણ કરવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા પેન્શન ફંડ ‘ઓસ્ટ્રેલિયનસુપર’ દ્વારા ભારત માટે એક મોટી આર્થિક જાહેરાત કરવામાં આવી હતી. આ ફંડે ભારતના ‘નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ’ (NIIF) માં 50 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરનું જંગી રોકાણ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે, જે સાત વર્ષ પહેલાં જાહેર કરાયેલા 24 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરના રોકાણથી તદ્દન અલગ છે. પ્રધાનમંત્રી મોદીએ આ જાહેરાતને આવકારી બંને દેશોના મજબૂત થતા નાણાકીય સંબંધોની પ્રશંસા કરી હતી.

  • મોદીની ઓસ્ટ્રેલિયન રોકાણકારોને અપીલ

વડાપ્રધાને ઓસ્ટ્રેલિયન રોકાણકારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ભારતમાં ક્લીન એનર્જી, ક્રીટિકલ મિનરલ્સ, માઇનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, અર્બન પ્લાનિંગ, એવિએશન, લોજિસ્ટિક્સ, એડવાન્સ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફિનટેક, ફૂડ પ્રોસેસિંગ અને ડિજિટલ ઇકોનોમી જેવા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણની વ્યાપક તકો રહેલી છે. ભારતનું વિશાળ કદ અને ઓસ્ટ્રેલિયાની તકનીકી કુશળતા બંને પક્ષો માટે વિન-વિન સિચ્યુએશન એટલે કે પરસ્પર ફાયદાકારક સાબિત થઈ શકે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ ઉમેર્યું કે, આજે જ્યારે સમગ્ર વિશ્વ અનિશ્ચિતતા, સપ્લાય ચેઈનની રુકાવટો અને ઉર્જા સંકટના કપરા દૌરમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાનું એક કુદરતી અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે સાથે આગળ વધવું સમયની માંગ અને અનિવાર્યતા છે.

વર્ષ 2022માં રેકોર્ડ સમયમાં કરવામાં આવેલા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ એ આપણી આર્થિક ક્ષમતાને નવી તાકાત આપી છે, જેના કારણે ભારતથી ઓસ્ટ્રેલિયા તરફ થતી નિકાસ બે ગણી વધી ગઈ છે. આ મુલાકાત માત્ર આર્થિક મોરચે જ નહીં, પરંતુ સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીમાં પણ ખૂબ મહત્વની સાબિત થઈ છે. બંને દેશોએ પરમાણु ઊર્જા ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ કરાર કર્યો છે, જેનાથી ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમ સપ્લાય કરવાનો માર્ગ મોકળો બનશે અને ભારતના સ્વચ્છ ઉર્જાના સંકલ્પને વધુ વેગ મળશે. સંરક્ષણ ક્ષેત્રે પણ ‘ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા ડિફેન્સ ઇનોવેશન કોરિડોર’ સ્થાપવાની જાહેરાત કરાઈ છે, જે બંને દેશોના ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ અને ઇન્ડસ્ટ્રીઝને જોડશે. આ ઉપરાંત હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા, નૌવહન ભ્રમણની આઝાદી અને આંતરરાષ્ટ્રીय નિયમો આધારિત વ્યવસ્થા જાળવી રાખવા માટે બંને લોકતાંત્રિક દેશો મજબૂત પ્રતિબદ્ધતા સાથે વૈશ્વિક આતંકવાદ સામે સંયુક્ત લડત આપશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code