
ભારતે UAPA હેઠળ આતંકવાદી જાહેર કરેલ અને કાશ્મીરના આતંક ફેલાવનાર સૌથી મોટો આતંકવાદી બશીર અહેમદ પાકિસ્તાનમાં ઠાર
- આતંકવાદી બશીર અહેમદ પાકિસ્તાનમાં ઠાર
- ભારતે UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો
દિલ્હીઃ- આતંકવાદ સામે ભારત સતત લાલ આંખ કરી રહ્યું છે ત્યારે હવે પાકિસ્તાનમાં ભારત દ્રારા આતંકી જાહેર કરાયેલ આતંકીને ઠાર કરવામાં આવ્યો છે વિગત અનુસાર હિઝબુલ મુજાહિદ્દીનના સ્થાપક સભ્ય અને નંબર ત્રણ કમાન્ડર ઈમ્તિયાઝ આલમ ઉર્ફે બશીર અહમદ પીરની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. ઈમ્તિયાઝ આલમની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના બાબરપોરા વિસ્તારનો રહેવાસી ઇમ્તિયાઝ આલમ પાકિસ્તાનના રાવલપિંડીમાં રહેતો હતો. કેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં જણાવાયું છે કે પીર “હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને અન્યની પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે ભૂતપૂર્વ આતંકવાદીઓ અને અન્ય કેડર્સને એક કરવા માટે ઘણા ઓનલાઈન પ્રચાર જૂથોમાં સામેલ હતો
વિતેલા દિવસને સોમવારે સાંજે રાવલપિંડીમાં એક દુકાનની બહાર હુમલાખોરે બશીરને ગોળી મારી દીધી હતી, જેમાં તેનું મોત થયું હતું. ઓક્ટોબરમાં, ભારતમાં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરી કરવા માટે ખાસ પ્રતિબંધિત સંગઠનના આતંકવાદીઓને લોજિસ્ટિક્સ પ્રદાન કરવા સહિત આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેમની ભૂમિકા માટે UAPA હેઠળ તેમને આતંકવાદી તરીકે નિયુક્ત કર્યા હતા.