નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાની વિમાનો માટે NOTAM એટલે કે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ 23 જૂન સુધી લંબાવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં નોંધાયેલા અને સંચાલિત કોઈપણ વિમાન, જેમાં લશ્કરી વિમાનનો પણ સમાવેશ થાય છે, તેને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરપ્પુએ જણાવ્યું હતું કે NOTAM ને લંબાવવામાં આવ્યું છે અને ભારત યથાવત સ્થિતિ જાળવી રહ્યું છે.