Site icon Revoi.in

ભારતઃ GST કલેક્શન 16 ટકા વધીને રૂ. 2.01 લાખ કરોડ થયું

Social Share

નવી દિલ્હીઃ દેશનું ગુડ્સ એન્ડ સર્વિસ (GST) કલેક્શન મે 2025માં 2.01 લાખ કરોડ થયું, જે મે 2024ના 1.72 લાખ કરોડ રૂપિયા કરતા 16.4 ટકા વધુ છે. આ જાણકારી રવિવારે નાણા મંત્રાલય તરફથી આપવામાં આવી છે. આ સતત બીજો મહિનો છે, જ્યારે જીએસટી કલેક્શન બે લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હોય, જેનાથી આ સંકેત મળે છે કે દેશમાં આર્થિક ગતિઓ મજબૂત બની છે અને વપરાશમાં વધારો જોવા મળી રહ્યો છે.

એપ્રિલ 2025માં જીએસટી કલેક્શન 2.37 લાખ કરોડ રૂપિયા હતું, જે ઓલ ટાઇમ હાઈ પહોંચ્યું હતું, જે માર્ચની તુલનામાં 13 ટકાનો વધારો દર્શાવે છે. આ દરમિયાન નાણાકીય વર્ષની સમાપ્તિ કારણ હતું, પરંતુ મે મહિનાના મજબૂત આંકડા દર્શાવે છે કે આ વૃદ્ધિ સિઝનેબલ નથી, પરંતુ આર્થિક મજબૂતી તરફ ઈશારો કરે છે. ચોખ્ખી GST આવક (રિફંડ પછીની રકમ) પણ 20 ટકાથી વધુ વધીને રૂ. 1.73 લાખ કરોડ થઈ ગઈ.

દેશમાં જીએસટી કલેક્શનમાં 13 ટકાનો વધારો થયો, જ્યારે આયાત આધારિત કલેક્શનમાં 25.7 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી. નાણામંત્રાલય અનુસાર, ભારતની સમગ્ર અર્થવ્યવસ્થા સ્થિર ગતિએ આગળ વધી રહી છે. 30 મેના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશના નાણાકીય વર્ષ 2024-25 માટે નિર્ધારિત 6.5 ટકાના વિકાસ દરનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.

જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં અર્થતંત્ર 7.4 ટકાના દરે વિસ્તર્યું, જે અગાઉની મંદીમાંથી મજબૂત પુનરાગમન દર્શાવે છે. દેશની વૃદ્ધિના મુખ્ય આધારસ્તંભ એવા વપરાશમાં પણ સુધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં 5.6 ટકાની વૃદ્ધિ પછી તેમાં ફરીથી તેજી આવી છે. એપ્રિલમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (જેમ કે હોમ એપ્લાયન્સિસ અને ઇલેક્ટ્રોનિક્સ)ના વેચાણમાં 6.4 ટકાનો વધારો થયો હતો, જોકે આ માર્ચમાં નોંધાયેલા 6.9 ટકાના વિકાસ કરતા થોડો ઓછો હતો.

Exit mobile version