
ભારતે તાત્કાલિક અરસથી ઘઉંની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
- ઘંઉની નિકાસ પર પ્રતિબંધ
- તાત્કાલિક અસરથી ભારતે ઘંઉની નિકાસ બેન કરી
દિલ્હીઃ- ભારત એક એવો દેશ છે જે અનેક દેશોને જીવન જરુરીયાતની દરેક ચીજ-વસ્તુઓની આપુર્તિ કરતો હોય છે ત્યારે આવી સ્થિતિીમાં ભારતે અચાનક ઘંઉની નિકાસ અટકાવી દિધી છે,આ મામલે સત્તાવાર સૂચના મુજબ ભારતે વધતી જતી સ્થાનિક કિંમતોને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લીધો છે.
આ મામલે ડીજીએફટીએ જણાવ્યું હતું કે “ઘઉંની નિકાસ નીતિ તાત્કાલિક અસરથી પ્રતિબંધિત છે.આ સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર દ્વારા અન્ય દેશોને તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવા અને તેમની સરકારોની વિનંતીના આધારે. ઘઉંની નિકાસની મંજૂરી આપવામાં આવી છે.
એક અલગ સૂચનામાં, ડીજીએફટીએ ડુંગળીના બીજ માટે નિકાસની શરતો હળવી કરવાની પણ જાહેરાત કરી છે. દેશભરમાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો લાંબા સમયથી ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. એક અંદાજ મુજબ દેશમાં પેટ્રોલ અને ડીઝલની સાથે ખાદ્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે 8 મે, 2021ના રોજ ઘઉંના લોટની અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમત 29.14 રૂપિયા પ્રતિ કિલો હતી. મંત્રાલય 22 આવશ્યક ચીજવસ્તુઓ – ચોખા, ઘઉં, આટા, ચણાની દાળ, અળદ દાળ, મગની દાળ, મસૂર દાળ, ખાંડ, ગોળ, મગફળીનું તેલ, સરસવનું તેલ, શાકભાજી, સૂર્યમુખી તેલ, સોયા તેલ, પામ ઓઈલ મોનિટર ચા, દૂધ, બટેટા, ડુંગળી, ટામેટા અને મીઠાના ભાવની દેખરેખ રાખે છે. દેશભરમાં ફેલાયેલા 167 બજાર કેન્દ્રોમાંથી આ વસ્તુઓની કિંમતનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.