નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારત આજે વિશ્વમાં સૌથી વધુ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત – STEM સ્નાતકો ઊભા કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં યુનિયન ઇન્ટરનેશનલ ડી એડવોકેટના પૂર્ણ સત્રમાં સંબોધન કરતાં તેમણે ન્યાયિક પ્રણાલીની કાર્યક્ષમતા સુધારવા અને ઝડપી ન્યાય પહોંચાડવામાં ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે કહ્યું કે સરકાર પેટન્ટ, કોપીરાઇટ મંજૂરીઓ અને ડિઝાઇન મંજૂરીઓને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે વ્યવસાયમાં વિશ્વાસના મહત્વ અને વૈશ્વિક બજારમાં વિશ્વાસ ઊભો કરવાના સરકારના પ્રયાસો પરપણ પ્રકાશ પાડ્યો. પિયુષ ગોયલે કહ્યું કે ભારતમાં સ્થાનિક માંગ અને ઉત્પાદનનું પ્રમાણ તેને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવે છે