Site icon Revoi.in

ભારત-નેપાળ વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રના સમજૂતી કરાર

Social Share

નવી દિલ્હીઃ ભારત અને નેપાળે નવી દિલ્હીમાં પાણી, સ્વચ્છતા વ્યવસ્થાપન અને આરોગ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ કરારથી બંને દેશો વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે આંતરસરકારી સહયોગને મજબૂત બનશે. કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ MoU જાહેર આરોગ્ય અને પ્રાદેશિક સહયોગ પ્રત્યે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ભારત અને નેપાળ તેમના નાગરિકોના કલ્યાણ અને સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.