નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે 73 ભીડભાડવાળા મુખ્ય રેલ્વે સ્ટેશનો પર સ્ટેશન નિદેશક તૈનાત કરવામાં આવશે, જેઓ તહેવારો દરમિયાન સ્ટેશનો પર ભીડ ઘટાડવા માટે તાત્કાલિક નિર્ણયો લઈ શકશે.
ગઈકાલે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનોની બહાર કાયમી હોલ્ડિંગ એરિયા અને પહોળા ફૂટઓવર બ્રિજ બનાવીને ભીડ વ્યવસ્થાપનમાં સુધારો કરાશે. તેમણે કહ્યું કે પાંચ સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. મુખ્ય સ્ટેશનો પર સીસીટીવી સર્વેલન્સ, વોકી-ટોકી જાહેરાત સિસ્ટમ અને વોર રૂમ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ફક્ત કન્ફર્મ ટિકિટ ધારકોને જ પ્લેટફોર્મ પર જવાની મંજૂરી આપવામાં આવશે. ટિકિટ વગરના અને વેઇટલિસ્ટેડ મુસાફરોએ ટ્રેન આવે ત્યાં સુધી બહાર વેઇટિંગ રૂમમાં રાહ જોવી પડશે.