Site icon Revoi.in

પાકિસ્તાન સામે ભારત આકરા પાણીએ, સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મુક્યો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે વધુ એક કડક પગલું ભર્યું છે. તેમણે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક શરૂ કરી છે. ભારતે પાકિસ્તાન સરકારના સોશિયલ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે અગાઉ બુધવારે સાંજે CCS ની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લીધા હતા. આમાં અટારી સરહદ બંધ કરવાનો પણ સમાવેશ થતો હતો. હવે ભારતે સોશિયલ મીડિયા અંગે મોટી કાર્યવાહી કરી છે.

સરકારે ભારતમાં પાકિસ્તાનના સત્તાવાર x એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. સીસીએસ બેઠકમાં ભારતે પોતાના માટે પાંચ મોટા નિર્ણયો લીધા હતા. આમાં સિંધુ જળ સંધિથી લઈને અટારી સરહદ સુધી કડક પગલાં લેવામાં આવ્યા હતા. આ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. તેને સર્જિકલ સ્ટ્રાઈકનો પણ ડર છે. પરંતુ હાલમાં ભારતે ડિજિટલ સ્ટ્રાઈક કરી છે.

પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા છે. આ મામલે NIAની ટીમ બુધવારે શ્રીનગર અને પછી પહેલગામ પહોંચી હતી. તેમજ NIA ટીમે આની તપાસ શરૂ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ પણ તેની સાથે જોડાયેલી છે. દરમિયાન બુધવારે સાંજે CCS બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. આમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ પછી, ગુરુવારે પહેલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસુરીનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તેમણે કહ્યું કે પહેલગામ હુમલા સાથે મારો કોઈ સંબંધ નથી.

Exit mobile version