
ભારત વિરુદ્ધ શ્રીલંકા: લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં સ્થાન
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે જાહેરાત કરી હતી કે, લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલ ફિટ છે અને બેંગલુરુમાં 12 માર્ચથી શરૂ થનારી શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ પહેલા તેને ભારતીય ટીમમાં ઉમેરવામાં આવ્યો છે. આ દરમિયાન BCCIએ ચાઈનામેન બોલર કુલદીપ યાદવને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દીધો છે.
BCCIએ એક નિવેદન બહાર પાડ્યું જેમાં લખેલું હતું કે, “અક્ષરને 2જી ટેસ્ટ માટે ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડરે તેનું પુનર્વસન પૂર્ણ કર્યું છે અને તેને BCCI મેડિકલ ટીમ દ્વારા ક્લિયર કરવામાં આવ્યો છે. કુલદીપ યાદવને બીજી ટેસ્ટ માટે ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.” અક્ષર પટેલની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે આવી હતી. તેણે ઈજાગ્રસ્ત થયા પહેલા તેને ન્યુઝીલેન્ડ સામે 2 મેચમાં 9 વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પદાર્પણ કરનાર અક્ષરે તેની ટેસ્ટ કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી જ્યારે તેણે તેની ડેબ્યૂ મેચમાં અમદાવાદ ખાતે પિંક-બોલ ટેસ્ટમાં બે ઇનિંગ્સમાં સતત બે વધુ વિકેટો સાથે પાંચ વિકેટ ઝડપી હતી. ત્યારે જોવાનું રહેશે કે જ્યારે ટીમ આટલી સારા ફોમમાં છે ત્યારે તેને ટીમમાં જગ્યા મળશે કે કેમ?