1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેશે
ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેશે

ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેશે

0
Social Share

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી કરાયું છે. હવે BCCIએ એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ અને મહિલા ક્રિકેટ ટીમને મોકલવાની તૈયારી દર્શાવી છે. એશિયન ગેમ્સ 2010માં પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતે એશિયન ગેમ્સ 2010 અને 2014માં પોતાની ક્રિકેટ ટીમ મોકલી ન હતી. તેમજ એશિયન ગેમ્સ 2018 માં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

એક રિપોર્ટ અનુસાર, એશિયન ગેમ્સ 2023 માટે બીસીસીઆઈ પુરૂષ ક્રિકેટ ટીમ માટે B ટીમ મોકલશે કારણ કે મુખ્ય ટીમ ODI વર્લ્ડ કપ રમવામાં વ્યસ્ત હશે, ODI વર્લ્ડ કપ તા. 5 ઓક્ટોબરથી 23 નવેમ્બર દરમિયાન યોજાશે. આ ઉપરાંત મહિલા ક્રિકેટ ટીમની સંપૂર્ણ તાકાતની ટીમ મોકલવામાં આવશે. BCCI 30 જૂન પહેલા ખેલાડીઓની યાદી ભારતીય ઓલિમ્પિક સંઘને સોંપશે.

એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારત પોતાની ક્રિકેટ ટીમ મોકલી રહ્યું છે. ભારત પાસે યુવા ખેલાડીઓની સેના છે જે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં સારો દેખાવ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, BCCIને એશિયન ગેમ્સ માટે મજબૂત ટીમ મોકલવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. એશિયન ગેમ્સ પહેલા, ભારતની મહિલા ક્રિકેટ ટીમે બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો, જ્યાં તેને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ભારતે 1998માં કોમનવેલ્થ ગેમ્સમાં તેની પુરૂષ ક્રિકેટ ટીમ મોકલી હતી. તે સમયે મુખ્ય ટીમ સહારા કપમાં રમી રહી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code