ઉઝબેકિસ્તાનમાં ડોક્ટર બનવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ભારતીય દૂતાવાસે જાહેર કરી 8 પોઈન્ટની ચેકલિસ્ટ
નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: વિદેશમાં જઈને ડોક્ટર બનવાનું સપનું જોઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉઝબેકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસે એક અત્યંત મહત્વની એડવાઈઝરી (સૂચના) જાહેર કરી છે. તાજેતરમાં મેડિકલ યુનિવર્સિટીઓ અને એડમિશન એજન્ટો વિરુદ્ધ મળેલી ગંભીર ફરિયાદોને પગલે દૂતાવાસે વિદ્યાર્થીઓને કોઈ પણ સંસ્થામાં પ્રવેશ લેતા પહેલા તેની માન્યતા અને નિયમોની ઝીણવટભરી તપાસ કરવા તાકીદ કરી છે.
દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓએ એજન્ટોના લોભામણા વાયદા કે ઝાંસામાં આવવું જોઈએ નહીં. એડમિશન લેતા પહેલા એ ખાસ તપાસવું કે સંબંધિત યુનિવર્સિટી તેની નિર્ધારિત ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ તો નથી આપી રહી ને? આ ઉપરાંત, સૌથી મહત્વની બાબત એ છે કે ત્યાંથી મળનારી ડિગ્રી ભારતમાં માન્ય હોવી જોઈએ. આ માટે યુનિવર્સિટીએ ભારતના નેશનલ મેડિકલ કમિશનના તમામ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આંકડાકીય માહિતી મુજબ, હાલમાં ઉઝબેકિસ્તાનમાં અંદાજે 21 હજાર ભારતીયો વસવાટ કરે છે, જેમાંથી આશરે 16300 તો માત્ર વિદ્યાર્થીઓ જ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેડિકલ અભ્યાસ માટે અહીં આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને જોતા ત્યાં અનેક નવી પ્રાઈવેટ સંસ્થાઓ પણ ખુલી ગઈ છે, જેની ગુણવત્તા અને નિયમો સામે હવે સવાલો ઉઠી રહ્યા છે.
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને દૂતાવાસે 8 મુદ્દાની એક ચેકલિસ્ટ જાહેર કરી છે. વિદ્યાર્થીઓને આ તમામ મુદ્દાઓની જાતે તપાસ કરવા જણાવાયું છે. દૂતાવાસે એમ પણ ઉમેર્યું છે કે, તાશ્કંદ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની એક બ્રાન્ચ સહિત કેટલીક સંસ્થાઓમાં નિયમોના ઉલ્લંઘનની ઘટનાઓ સામે આવી છે. કોઈ પણ પ્રકારની શંકાના કિસ્સામાં વિદ્યાર્થીઓ સીધો જ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. બીજી તરફ, ભારતીય વાયુસેના પોતાની સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો કરવા જઈ રહી છે. વાયુસેના દ્વારા 600 જેટલા અત્યંત શક્તિશાળી બોમ્બ ખરીદવાની યોજના છે, જેનાથી રાફેલ અને સુખોઈ જેવા ફાઈટર જેટની મારક ક્ષમતામાં અનેકગણો વધારો થશે. આ વ્યૂહાત્મક પગલાથી ભારતની હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે.
વધુ વાંચો: વિધાનસભા ચૂંટણી 2026: બૂથ પર હવે બીએસએફ જવાનો તપાસશે મતદારોના આઈડી કાર્ડ


