1. Home
  2. ગુજરાતી
  3. કેનેડામાં રહસ્યમયી આગમાં ભારતીય મૂળનો પરિવાર બળીને ખાખ, પોલીસ પણ આશ્ચર્યચકિત
કેનેડામાં રહસ્યમયી આગમાં ભારતીય મૂળનો પરિવાર બળીને ખાખ, પોલીસ પણ આશ્ચર્યચકિત

કેનેડામાં રહસ્યમયી આગમાં ભારતીય મૂળનો પરિવાર બળીને ખાખ, પોલીસ પણ આશ્ચર્યચકિત

0
Social Share

નવી દિલ્હી: કેનેડાના ઓંટારિયો પ્રાંતમાં ભારતીય મૂળના દંપત્તિ અને તેમની સગીર પુત્રીના રહસ્યમયી આગમાં મોતની ઘટનાએ કૂતુહલ ઉભું કર્યું છે. પોલીસે કહ્યું છે કે ઘટના સાતમી માર્ચે થઈ. ઘરમાં આગ લાગ્યા બાદ લાશ સંપૂર્ણપણે બળી ગઈ હતી અને તેની ઓળખ શુક્રવારે કરવામાં આવી છે. પીલ પોલીસે એક પ્રેસ નોટમાં કહ્યું છે કે સાતમી માર્ચે બ્રેમ્પટનના બિગ સ્કાઈ વે અને વેન કિર્ક ડ્રાઈવ ક્ષેત્રમાં એક ઘરમાં શંકાસ્પદ હાલતમાં આગ લાગી હતી.આગ બુઝાવાયા બાદ પોલીસે જ્યારે ઘરની તલાશી લીધી, તો ત્યાં માનવ અવશેષ જપ્ત કરવામાં આવ્યા, પરંતુ તે સમયે મૃતકોની ઓળખ અને સંખ્યાની જાણકારી મળી શકી ન હતી.

પોલીસે કહ્યું છે કે મૃતકોની ઓળખ શુખ્રવારે ભારતીય મૂળના રાજીવ વારિકૂ તેમની પત્ની શિલ્પા કોઠા અને પુત્રી મહક વારિકૂ તરીકે થઈ છે. પહેલા કહેવામાં આવ્યું હું કે આ એક આવાસીય આગ હતી. પરંતુ પોતાની પ્રારંભિક તપાસ બાદ પોલીસે કહ્ કે આગ દુર્ઘટનાવશ લાગી નહીં હોય. પીલ પોલીસના કોન્સ્ટેબલ ટેરિન યંગે આગને શંકાસ્પદ ગણાવી અને કહ્યુ કે તે કારણની જાણકારી માટે ઉપલબ્ધ પુરાવાઓને તપાસી રહ્યા છે.

કોન્સ્ટેબલ ટેરિન યંગે ન્યૂઝચેનલ સીટીવીને જણાવ્યુ છે કે આ સમય, અમે પોતાના હોમીસાઈડ બ્યૂરોની સાથે તેની તપાસ કરી રહ્યા છીએ, અને અમે આને શંકાસ્પદ માની રહ્યા છીએ, કારણ કે ઓન્ટારિયો પાયર માર્શલે માન્યું છે કે આ આગ આકસ્મિક રીતે લાગી ન હતી. સાક્ષીઓએ જણાવ્યુ છે કે ઘરની આગની ઝટપમાં આવતા પહેલા તેમણે એક જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. મૃતક પરિવારના પાડોશી કેનેથ યૂસુફે કહ્યુ છે કે આખું ઘર આગની લપટોમાં ઘેરાયેલું હતું.

સીટીવીએ યુસૂફને ટાંકીને કહ્યું છે કે જ્યારે અમે બહાર આવ્યા, તો ઘરમાં આગ લાગેલી હતી. ઘણું દુખદ. કેટલાક કલાકોમાં બધું જમીન પર પડી ગયું. આગ બુઝાયા બાદ પોલીસને બળેલા ઘરની અંદર માનવ અવશેષો મળ્યા. પરંતુ તે સમયે માર્યા ગયેલા લોકોની સંખ્યાની જાણકારી મળી શકી નહીં. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે ઘટનાસ્થળની તપાસ કરતી વખતે, તપાસકર્તાઓને ખાખ થઈ ચુકેલા મકાનની અંદર માનવ અવશેષ મળ્યા. પીલ રીઝનલ પોલીસ હોમિસાઈડ બ્યૂરોના જાસૂસ મુખ્ય કોરોનરના કાર્યાલયની સાથે મળીને કામ કરી રહી છે અને તેમણે અવશેષોની ઓળખ કરી લીધી છે.

મૃતક રાજીવ વારિકૂ ટોરંટો પોલીસમાં સ્વયંસેવક તરીકે કામ કરી ચુક્યા છે અને તેમનો કાર્યકાળ 2016માં સમાપ્ત થઈ ગયો હતો. તો મહેક વારિકૂ એક હોનહાર યુવા ફૂટબોલર હતી. તેમના કોચે તેમને મેદાન પર એક અસાધારણ પ્રતિભા ગણાવી. પોલીસે કહ્યું છે કે મોતોની તપાસ હજી પણ ચાલુ છે. તેમણે મામલાની જાણકારી ધરાવનારા કોઈપણ વ્યક્તિને આગળ આવવાનો આગ્રહ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code