1. Home
  2. ગુજરાતી
  3. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રજાજોગ સંદેશ, શું કહ્યું જાણો…..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રજાજોગ સંદેશ, શું કહ્યું જાણો…..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રજાજોગ સંદેશ, શું કહ્યું જાણો…..

0
Social Share

લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાજોગ પત્ર લખીને કહ્યું હતું કે, આપનો અને અમારા સાથેના સંબંધ એક દસક પુરુ થશે. મારા 140 કરોડ પરિવારજનોની સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થન સાથે જોડાયેલા આ મજબુત સંબંધ મારા માટે કેટલો વિશેષ છે તેને શબ્દોમાં લખવા મુશ્કેલ છે. મારા પરિવારજનોના જીવનમાં આવેલા સકારાત્મક બદલાવ જ છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ અને સૌથી મોટી પુંજી છે. અમારી તમામ નીતિ, દરેક નિર્ણય મારફતે ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના જીવન સ્તરમાં સુધારો તથા તેમને સશક્ત બનાવવાના કૃતસંકલ્પિત સરકારે જે ઈમાનદારીથી પ્રયાસ કર્યો છે, તેના સાર્થક પરિણામ આપણી સામે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના મારફતે પાકા મકાન, તમામને વીજળી, પાણી, ગેસની યોગ્ય વ્યવસ્થા, આયુષ્માન યોજના મારફતે સારવારની વ્યવસ્થા, ખેડૂત ભાઈ-બહેનોને આર્થિક મદદ, માતૃ વંદના યોજના મારફતે માતાઓ-બહેનોને મદદ જેવા અનેક પ્રયાસ માત્રને માત્ર આ માટે ફળીભૂત થઈ શક્યા કેમ કે, આપનો ભરસો અને આપનો વિશ્વાસ મારી સાથે હતો.

વિકાસ અને વિરાસતને સાથે લઈને આગળ વધતા ભારતે પાછલા એક દાયકામાં જ્યાં માળખાકીય નિર્ણાય જોવા મળ્યું, જ્યારે આપણી પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ધરોહરોને પુનરુત્થાનના સાક્ષી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખીને આગળ વધતા દેશ પર આજે તમામ દેશવાસીઓને ગર્વ છે. આ આપના વિશ્વાસ અને સમર્થન જ હતું જે જીએસટી લાગુ કરવા, આર્ટિકલ 370 સમાપ્ત કરવો, ત્રણ તલાક પર નવો કાયદો, સંસદમાં મહિલાઓ માટે નારીશક્તિ વંદન અધિનિયમ, નવા સંસદ ભવનનું નિર્માણ, આતંકવાદ અને નક્સલવાદ પર કઠોર પ્રહાર જેવા અનેક ઐતિહાસિક તથા મોટા નિર્ણય લેવામાં અમે પાછા પડ્યાં નથી. લોકતંત્રની સુંદરતા જનભાગીદારી અને જનસહયોગમાં છે, દેશહિત માટે મોટા નિર્ણય લેવા, મોટી યોજનાઓ બનાવી અને તેને યોગ્ય રીતે લાગુ કરવાની શક્તિ અને ઉર્જા મને આપના વિશ્વાસ અને સહયોગથી જ પ્રાપ્ત થયો છે. વિકસ્તિ ભારતના નિર્માણ માટે જે સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે, તેની પૂર્તિમાં મને આપના વિચારો, અભિપ્રાય, સાથ અને સહયોગની આવશ્કયતા છે. મને વિશ્વાસ છે કે આપના આશીર્વાદ અને સમર્થન અમને નિરંતર મળતું રહેશે. રાષ્ટ્રનિર્માણ માટે અમારા પ્રયાસો થાક્યા વિના, અટકાયા વિના સતત ચાલુ જ રહેશે આ મોદીની ગેરંટી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code