Site icon Revoi.in

ભારતીય રેલવેનો દર વર્ષે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ પર 1.30 લાખ હજાર કરોડથી વધુ ખર્ચ

Social Share

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું,, ભારતીય રેલવે દર વર્ષે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ પર એક લાખ 30 હજાર કરોડથી વધુ ખર્ચ કરે છે. તેમણે કહ્યું કે, સરકારના સતત પ્રયાસોને કારણે, 2013-14માં અકસ્માતોની સંખ્યા 170 થી ઘટીને 31 થઈ ગઈ છે. મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે ટેકનોલોજી અને સુધારેલી જાળવણી પદ્ધતિઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.

વૈષ્ણવે કહ્યું, આવકવેરા કાયદા અને વસ્તુ અને સેવા કરમાં નોંધપાત્ર સુધારા કરાયા છે. નવી દિલ્હીમાં PAFI વાર્ષિક મંચ 2025ને સંબોધતા વૈષ્ણવે જણાવ્યું હતું કે જે રીતે GST ની રચના કરવામાં આવી છે, તે રોજિંદા ઘરગથ્થુ વસ્તુઓ અને કૃષિ ઉત્પાદનોને વધુ સસ્તું બનાવશે.