મુંબઈઃ સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે મોટા ઘટાડે ખુલ્યા હતા. વૈશ્વિક બજારોના નબળાં સંકેતના પગલે ભારતીય શેરબજાર દબાણ હેઠળ હતા. સેન્સેક્સ પાછલા બંધ 84,478 સામે 418 પોઇન્ટ ઘટીને આજે 84,060 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,879 લેવલની સામે આજે 112 પોઇન્ટ ઘટી 25,767 ખુલ્યો છે
સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે મોટા ઘટાડે ખુલ્યા હતા. વૈશ્વિક બજારોના નબળાં સંકેતના પગલે ભારતીય શેરબજાર દબાણ હેઠળ હતા. સેન્સેક્સ પાછલા બંધ 84,478 સામે 418 પોઇન્ટ ઘટીને આજે 84,060 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,879 લેવલની સામે આજે 112 પોઇન્ટ ઘટી 25,767 ખુલ્યો છે
સેન્સેક્સના 30 શેરમાંથી 20 શેર ઘટ્યા. ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સ (TMCV) 3.3% ઘટ્યા. ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા પણ નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. BEL અને ઝોમેટો વધ્યા છે.નિફ્ટીના 50 શેરોમાંથી 32 શેરોમાં ઘટાડો થયો હતો. NSE પર ફાર્મા, બેંકિંગ અને મીડિયા સેક્ટરમાં વધારો જોવા મળ્યો હતો. આજે IT, મેટલ અને ઓટો શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા વિશે અનિશ્ચિતતા તથા ટેકનોલોજી શેરમાં મોંઘી વેલ્યૂએશનના કારણે અમેરિકન બજાર તૂટ્યા છે. તેની અસરે શુક્રવારે એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે યુએસ માર્કેટનો એસએન્ડપી 500 ઇન્ડેક્સ 1.7 ટકા અને નાસ્ડેક 100 ઇન્ડેક્સ 2.1 ટકા ઘટીને બંધ થયો છે. શુક્રવારે પાઉન્ડ પર માર્કેટની નજર રહેશે. માર્કેટ રિપોર્ટ મુજબ બ્રિટનના ચાન્સેલર રેચલ રીવ્સ આવકવેરો વધારવાની યોજના ટાળી શકે છે. અમેરિકામાં 43 દિવસનું શટડાઉન સમાપ્ત થયા બાદ તેના આર્થિક આંકડાઓ પર નજર રહેશે. આ દરમિયાન ડિસેમ્બરમાં ફેડ રેટ ઘટવાની સંભાવના 50 ટકાથી નીચે આવી ગઇ છે.
ગ્લોબલ માર્કેટના નબળાં સંકેતના લીધે શુક્રવારે મોટાભાગના એશિયન બજારોમાં મંદીનો માહોલ હતો. જાપાનના નિક્કેઇ શેરબજારમાં 800 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. હોંગકોંગ બજાર 300 પોઇન્ટ, તાઇવાન 300 પોઇન્ટ, કોરિયન માર્કેટ 90 પોઇન્ટ અને સિંગાપોર શેરબજાર 40 પોઇન્ટ ઘટાડે ટ્રેડ કરી રહ્યા છે.

