Site icon Revoi.in

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું

Social Share

મુંબઈઃ નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું આઇટી, મીડિયા અને ખાનગી બેંક ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી હતી. આજના કારોબારી સત્રના દિવસે ઘરેલું બજાર ઘટાડાની સાથે ખુલ્યું. સેન્સેક્સ 415 અંકના ઘટાડા સાથે 73,699 પર જ્યારે નિફ્ટી 134 અંકના ઘટાડા સાથે 22,350 અંકે ખુલ્યો હતો.

મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં નબળાઈ જોવા મળી હતી. BSEના મિડકેપ ઇન્ડેક્સમાં 1.08 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. ઓટો, FMCG, IT, મીડિયા, ફાઈનાન્શીયલ સર્વિસ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર્સમાં ઘટાડો જોવા મળ્યો.