Site icon Revoi.in

ભારતીય શેરબજારમાં આજે તેજી, સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

Social Share

મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્ય ઈન્ડેક્સમાં વધારો નોંધાયો છે, જેમાં બજાર તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ 130 અંક વધીને 81903 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી ૩૨ અંકના વધારા સાથે 25078 પર ટ્રેડ કરી રહ્યો છે.

બજારમાં ટાટા સ્ટીલ, ફાર્મા અને ફાઈનાન્સ સેક્ટર ટોપ ગેઈનર્સ રહ્યા છે. આ ઉપરાંત, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે, જે બજારની વ્યાપક સકારાત્મકતા દર્શાવે છે.

એક તરફ શેરબજારમાં તેજી છે, તો બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને રૂપિયા 1,23,000 પર પહોંચ્યો છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 1,48,000 પર પહોંચ્યો છે.